Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 54
________________ टीका : चतुःषष्टिकरिसहस्रा इन्द्रेण कृता इति । 'चउसट्टि xxxxx अट्ठसिरा' चतुःषष्टिरष्टगुणा [क्रियते ततः] यावानङ्कस्तावान् शिरसः । कोऽर्थ ? एकैकस्मिन् दन्तेऽष्टौ अष्टौ पुष्करिण्यः । तासु पुष्करिणीषु अष्टौ अष्टौ पद्मानि, प्रत्येकं प्रत्येकं कथम्भूतानि ? लक्षपत्राणि । पत्रे पत्रे द्वात्रिंशद्बद्धनाटकविधिः । कथम्भूतः ? दिव्यो देवकृत इत्यर्थः । प्रतिपद्मप्रतिकमलं कर्णिकायां कर्णिकायां एकः प्रासादावतंसकः प्रधानप्रासादस्तत्र प्रासादे प्रासादे अग्रमहिषीभिः सार्द्ध शक्रे इन्द्रे उपगीयमाने देवैरिति शेषः । एतावान् समुदायः समेतीति । एतादृशा ऋद्ध्या ऐरावणगजे विलग्नं आरूढं दृष्ट्वा राजा दशार्णभद्रः पूर्ण સ્વપ્રતિજ્ઞઃ નિક્રાન્ત: //૬૪-૬૭ | ગાથાર્થઃ શ્રી દશાર્ણભદ્રરાજાનો વૃત્તાંત કહે છે: ચોસઠ હજાર હાથી ઈન્દ્ર વિદુર્ગા એમ સમજવું. ચોસઠને આડે ગુણતા જે આંક આવે તેટલા મસ્તકો, એટલે કે એકેક હાથીને (ઉપર) પાંચસોને બાર મસ્તક એમ સમજવું. એક હાથીના તે દરેક મસ્તકના મોઢામાં આઠ-આઠ દાંત. તે તે દરેક દાંત પર આઠ આઠ વાવડીઓ. તે દરેક વાવડીમાં આઠ આઠકમળો. તે દરેકદરેક કમળ પણ લાખલાખ પાંદડાવાળું સમજવું. તે દરેક પાંદડા ઉપર બત્રીશબદ્ધ નાટક ચાલતું હતું. તે પણ દિવ્ય એવું નાટક. વળી દરેક કમળની કર્ણિકાના મધ્યભાગમાં ૧-૧ શ્રેષ્ઠ મહેલ જાણવો. તે દરેક મહેલમાં રહેલા દેવો પટ્ટરાણીઓથી પરિવરેલા, ઈન્દ્ર મહારાજાના ગુણ-ગાન કરી રહ્યા છે એમ જાણવું. આટલું મળીને આ બધો સઘળો સમુક્ત થાય છે. આવા પ્રકારની ઋદ્ધિ વડે ઐરાવણ હાથી પર ચઢેલા ઈન્દ્ર મહારાજાને જોઈને આશ્ચર્ય પામેલા દશાર્ણભદ્રરાજાએ દીક્ષા લઈને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. (૬૪-૬૭) स्तवप्रकरणम्॥

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114