________________
ઉજ્જયિની નગરીમાં જંભક દેવોએ જેમની પરીક્ષા કરી (તેમાં તેઓ ઉત્તીર્ણ થયાં) અને સ્તુતિપૂર્વક તેમની પૂજા કરી તેવા અક્ષણમહાનલબ્ધિથી યુકત અને સિંહગિરિએ પણ જેમની પ્રશંસા કરી તે વજઋષિને હું વંદન કરું છું. દશપુરનગરમાં જેમની વાચનાચાર્યપદની અનુજ્ઞા સમયે દેવોએ મહિમા કર્યો તેવા પદાનુસારીલબ્ધિથી શોભતા શ્રીવજસ્વામીને હું નમસ્કાર કરું છું. જેઓને યુવાવસ્થામાં કુસુમપુરી નગરીમાં ધનાવશ્રેષ્ઠીએ ૧ ક્રોડ ધનથી યુક્ત એવી રૂકિમણી નામની કન્યા સ્વીકારવા વિનંતિ કરી. (છતાં જેઓ નિશ્ચલ રહ્યા તે) વજસ્વામીને હું નમું છું. જે વજસ્વામીએ મહાપરિજ્ઞા અધ્યયનમાંથી આકાશગામિનીવિદ્યા ઉદ્ધરી અને જેઓ દશ પૂર્વધરોમાં છેલ્લા થયા તે આર્તવજસ્વામીને હું વંદન કરું છું. શ્રી વજસ્વામી મહારાજાએ કહ્યું છે કે આ વિદ્યા વડે માનુષોત્તર પર્વત પર જઈને પાછા જંબૂદ્વીપ આવી શકાય એટલે કે અહીંથી માનુષોત્તર પર્વત સુધી જઈ શકાય તેટલી ભ્રમણ શક્તિ આ વિદ્યામાં છે. પણ આ મારા જ્ઞાનનો વિષય છે. વળી આ મારે જ ધારણ કરવાની છે (સાચવવાની છે) પણ આપવાની નથી. કારણ કે હવેના મનુષ્યો અલ્પસત્ત્વવાળા થવાના છે. વળી જેઓએ માહેશ્વરીપુરીમાંના હુતાશન દેવના ઉદ્યાનમાંથી આકાશમાર્ગે પુષ્પો લાવીને પર્યુષણ પર્વમાં જિનશાસનનો મહિમા વધાર્યો તે શ્રી વજસ્વામીને હું વંદન કરું છું. (પ્ર) ૪૭-૫૫)
स्तवप्रकरणम्॥
૯૫