________________
ગંગા નદીમાં સ્નાન કરીને નીકળ્યો તેટલામાં (કોઈ એક) દેડકાંને સાપ વડે અને બીજા જળચર પ્રાણી વડે સાપને પકડાયેલો જોઈને “ધિક્કાર છે સંસારને કે જેમાં જે બળવાન હોય છે તે નબળાનું દમન કરે છે' એમ વિચારી વૈરાગ્ય પામ્યા. તેઓએ ગુરુ પાસે પ્રતિબોધ પામી દીક્ષા લીધી. ત્યાર પછી ગામેગામ વિચરતા ફરીથી વારાણસીના મનોરમ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે માસક્ષમણના પારણે નાના ભાઈ વિજયઘોષબ્રાહ્મણે શરૂ કરેલ યજ્ઞના સ્થાનમાં ભિક્ષા માટે ગયાં. ત્યાં ઘણા બ્રાહ્મણો હતા. યાજ્ઞિક (વિજયઘોષ) બોલ્યો કે હે સાધુ અમે તો વેદને જાણનારા, ધાર્મિક, સુપાત્ર, પોતાને અને બીજાને તારનારા એવા દ્વિજોને જ ભિક્ષા આપીએ છીએ. તેથી તમે બીજે ચાલ્યા જાવ. ત્યારે મુનિ બોલ્યા - હે વિપ્ર ! પૂર્વમાં વેદ કોને કહ્યાં છે ? ધર્મ કોને કહ્યો છે ? સુપાત્રો એટલે શું? સ્વપતારકપણું કઈ રીતે ? પરમાર્થ જણાવો. તે યાજ્ઞિક અજ્ઞાન હોવાથી કાંઈ બોલ્યો નહીં. ત્યાર પછી સારી રીતે આ દરેક વિષયનું સ્વરૂપ જણાવી તેને પ્રતિબોધ પમાડ્યો અને તેને દીક્ષા આપી. પછી તેને ખ્યાલ આવ્યો કે આ મારા મોટો ભાઈ છે. (૯૮)
श्लोक : जायं पयागतित्थं, देवेहि कयाइ जस्स महिमाए ।
गंगाए अंतगडं, तं वंदे अन्नियापुत्तं ॥१९॥ टीका : गङ्गायां देवैः कृतेन यस्य महिम्ना प्रयागतीर्थं जातम् ।
भद्रपुष्पपुरेऽन्निकापुत्राचार्यो ग्लानत्वे स्थितः, पुष्पचूलाया भक्ताद्यान
स्तवप्रकरणम्॥
૬૧