________________
टीका : पोलासनगरे श्रीवीरसमवसृते श्रीगौतमे भिक्षायै पुरमध्ये प्रविष्टे
श्रीविजयश्रीदेवीसुतोऽतिमुक्तकः सुलक्षणो गौतमं दृष्ट्वा मां सार्द्ध नयत इति वदन् गौतमेन पित्रोरनुमति विना नाकारयामीति (?) [न नयामीति । ततो यदेवाहं जानामि तदेव] न वेद्मीति भणित्वा अनुज्ञापराभ्यां पितृभ्यां एकदिनदत्तराज्यो द्वितीयेऽह्नि श्रीवीरान्तिके प्रव्रज्य(जितः) अष्ट वार्षिकोऽतिमुक्तकर्षिर्वर्षाकाले जलगर्ते पात्रकतारणवृत्तं तन्निवृत्तये ईर्यापथं प्रतिक्रामन् केवली भूत्वा कालेन
चरमदेहधरो मुक्तिं जगाम ॥५५॥ ગાથાર્થ : પોલાસપુરનગરમાં શ્રી વીરપરમાત્મા સમવસર્યા હતાં. શ્રી
ગૌતમસ્વામીજી મહારાજાએ ગોચરી માટે નગરમાં પ્રવેશ કર્યો એ ત્યારે શ્રી વિજય અને શ્રીદેવીના લક્ષણવંતા પુત્ર અતિમુક્તકે તેમને જોઈને “મને સાથે લઈ જાઓ' એમ કહ્યું ત્યારે ગૌતમસ્વામીજીએ કહ્યું કે “માતા-પિતાની અનુમતિ વગર ન લઈ જાઉં તેથી જે જાણું તે કહી શકતો નથી' એ પ્રમાણે કહી માતા-પિતાની અનુજ્ઞા લીધી. પછી માતા-પિતાએ તેને એક દિવસનું રાજ્ય આપ્યું. બીજા દિવસે શ્રી વીરપરમાત્માના ચરણોમાં તેણે દીક્ષા ગ્રહણ કરી. આઠ વર્ષના અતિમુક્તક મુનિએ વર્ષાઋતુમાં પાણીના ખાબોચીયામાં પાત્ર તરતું મૂક્યું. પછી તે પાપથી બચવા માટે “ઈરિયાવહિયા” પડિક્કમતાં કેવળજ્ઞાન પામ્યા. અને સમય થતાં ચરમશરીરી એવા તે અતિમુક્તકમુનિ મુક્તિને પામ્યાં. (તેમને નમું છું) (૫૫)
श्लोक : कुमरं सत्थाहवहुं, मंतिं मिंठं च जो उ पव्वावे ।
संबुद्धो गीईए, तं वंदे खुड्डुगकुमारं ॥५६॥
स्तवप्रकरणम्॥
૩૫