________________
ચજહૃદય ભાગ-૧૩
મુમુક્ષ:- વિચારાર્થે લખે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હાવિચારાર્થે લખ્યું. વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. એ હેતુ લીધો છે. શા અર્થે લેવું. ગ્રહણ કરવા અર્થે નહિ, વિચારાર્થે. મુમુક્ષુને માટે એક બીજું એવું પણ બને છે કે મુમુક્ષુ પોતે એમ માનતા હોય છે કે આપણે બધું બરાબર સમજી ગયા છીએ. પણ કોઈ અન્યમતવાળા પણ કોઈ સબળ યુક્તિ આપે, સબળ તર્ક આપે એ વખતે પોતાને શંકા પડી જાય (કે) આની વાત પણ સાચી લાગે છે. આપણે કાંઈક આપણી સમજણફેર થતી હોય એવું લાગે છે. એવી રીતે પોતાની સમજણનું દૃઢપણું, બળવાનપણું ઠોસપણું, યથાર્થપણું, અયથાર્થપણું કેવી રીતે છે કે નથી ? એવો વિચાર કરવાને અર્થે પણ ગમે તે વાત સામે આવી તો એણે વિચારવી જોઈએ. કોઈપણ વાત સામે આવે તો એની સત્યતા, અસત્યતાની ચકાસણી કરવી, એને સત્યની કસોટી ઉપર લઈ જવી, એવી મુમુક્ષુની તૈયારી હોવી જોઈએ. એમ કહેવાનો આશય છે. એ વાતમાં થોડું માર્ગદર્શન છે.
જેને એકાંતે આત્મહિત કરવું છે એવી ભાવનાવાળો જીવ ભૂલતો નથી. મુમુક્ષુને ભૂલવાના પ્રસંગ અથવા અવસર ઘણા ઠેકાણા છે અને સંભવ પણ ઘણો છે. તોપણ કોઈ ભૂલે છે અને કોઈ નથી ભૂલતા. એમ બે પ્રકાર પડે છે. કોણ નથી ભૂલતા એનો જો વિચાર કરવામાં આવે અને એના ઉપરથી કોણ ભૂલે છે એનો પણ વિચાર કરવામાં આવે તો એ જીવો નથી ભૂલતા કે જે જીવો એકાંતે આત્મકલ્યાણની ભાવનામાં ઊભા છે. એ જીવો નથી ભૂલતા. હવે એ જીવો શા માટે નથી ભૂલતા ? કે જે કોઈ ભૂલવાનો પ્રકાર ઊભો થાય છે ત્યારે એના પરિણામની અંદર આ ભાવનાને ઠેસ પહોંચે છે. એટલે તરત જ એને જ્ઞાન સમ્યજ્ઞાન નહિ હોવા છતાં અથવા કોઈ વિશેષ એવું જ્ઞાન નહિ હોવા છતાં એની ભાવના વિરૂદ્ધતાને એ સંમત કરતા નથી. મારે તો મારું આત્મકલ્યાણ કરવું છે. આ પ્રકારે થાય કે ન થાય એ એની કસોટીનો પત્થર છે. સીધું ત્યાં ચડાવે છે કે મારી ભાવનાને અનુકૂળ છે કે મારી ભાવનાને પ્રતિકૂળ છે?
એટલે આત્માનો જ કુદરતી સ્વભાવ શુદ્ધરૂપે પરિણમવાનો છે, આત્મા શુદ્ધસ્વભાવપરિણામી દ્રવ્ય છે. અને જેને એવા આત્મકલ્યાણની, પોતાના સ્વભાવની જ ભાવના છે, એ ભાવના જેને થાય છે એ જીવને ભલે સમ્યજ્ઞાન નથી થયું તોપણ એ ભાવના વિરુદ્ધપણું સામે આવે છે તો એને એ તોળી શકે છે, માપી શકે છે. યથાર્થ, અયથાર્થપણે નિર્ણય કરીને એ સંબંધીનો વિધિ-નિષેધ એનો