________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય બીજે કઈ પુરૂષાર્થ નહેાતે, શાન્તનુ રાજા તમામ પ્રકારના વ્યસનથી મુક્ત હતા, તેથી તેઓ પવિત્ર અને વિવેકી ગણાતા હતા, તે પણ તેમને શિકારનું ભયંકર વ્યસન હતું. એકદા અસાધારણ વેગવંત અશ્વ પર આરૂઢ થઈને શિકાર કરવાની ઈચ્છાથી “મૃગવન” નામના વનને વિષે ગયા. ત્યાં તેણે દૂરથી હરણને પ્રેમભરી દષ્ટિથી પિતાની પ્રાણપ્રિયા હરણને નિરખતે જોયે. હરણને જોઈ રાજાએ ધનુષ્ય બાણ તૈયાર કર્યા તેટલામાં હરણ રાજાની દુષ્ટ ભાવના જાણું પોતાની પ્રાણપ્રિયા સહિત જંગલના ઉંડાણમાં ભાગી ગયો. ત્યાં એક ઉદ્યાનના મધ્યભાગમાં આવેલા પ્રાસાદના તલ ભાગમાં બેસી ગયે, શાનનુરાજા, ધનુષ્યબાણ ખભે મૂકી હરણની શોધમાં જંગલના ઉંડાણ. ભાગમાં ગયે, તે ત્યાં એક ઉદ્યાનના મધ્યભાગમાં આવેલા પ્રાસાદને નિરખવા લાગ્યો, એક પછી એક એમ સાતમા માળે શાન્તનુરાજા ગયે, ત્યાં એક લાવણ્યમયી બાળાને જોઈ. બાળાએ રાજાને આવેલા જોઈ તરત જ નમસ્કાર આદિ ઉચિત સત્કાર કર્યો. અને પિતાના પલંગ ઉપર રાજાને બેસાડ્યો. અત્યંત પ્રેમથી રોમાંચિત થયેલી તે બાળા રાજાની સામે બેઠી. રાજાએ તે બાળાને કહ્યું કે હે કલ્યાણું! અત્યંત વિનયવાળી તું કેણ છે? કોની. પુત્રી છે? પ્રાતઃ-કાળની ઉષાની જેમ આટલી બધી પ્રસન્ન કેમ દેખાય છે? રાજાના પૂછવાથી તે બાળાએ વેધક દષ્ટિ પિતાની સખી તરફ નાખી અને સખીએ. રાજાને કહ્યું :