________________
૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય જેમ ફણાને શેભાયુક્ત બતાવે છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમારું રક્ષણ કરે.
વાસમાન ઘાતી કર્મોને જીતવાવાળા, મેહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યસમાન, ચરમતીર્થપતિ શ્રી વર્ધમાન સ્વામિના સાત્વિક ગુણાતિશય ત્રણે લોકમાં અદ્યાપિ વિજય પ્રાપ્ત કરે છે.
હવે પાંડુપુત્ર (પાંડવો)ના પવિત્ર ચરિત્રને કહું છું, જે વાંચનાર અને સાંભળનારને હિતેપદેશના રૂપમાં પરિણમે છે. ક્યાં પાંડવોનું ચરિત્ર? કયાં અજ્ઞાન અલ્પ બુદ્ધિ હું ? જેમ પાંગળે માણસ મેરૂ પર્વત ઉપર ચઢવાની ભાવના રાખે છે તેમ મારી અલ્પ બુદ્ધિથી વિશાળ એવું પાંડવચરિત્ર કહેવાની ઈચ્છા કરું છું. પાંડવો પ્રત્યેનું બહુમાન મારા અંતરમાં હોવાથી જ મને તે બહુમાન આ ગ્રંથની રચના કરવામાં સહાયભૂત થશે. ' આ ભરતક્ષેત્રમાં રાજાઓમાં પ્રથમ રાજા અને તીર્થકરમાં, પ્રથમ, અપૂર્વ માહામ્યવાળા, નાભિરાજાના પુત્ર, શ્રી ઋષભદેવ થયા હતા, તેમને સો પુત્ર હતા, જેમાં એકનું નામ “કુરૂરાજા, હતું. તેમના નામથી “કુરુક્ષેત્ર, પ્રસિદ્ધ થયું. કુરૂરાજાને હસ્તિ નામે પુત્ર હતા, જેઓ દાન આપવામાં જ પોતાના જીવનની સફળતા માનતા હતા, તેમના નામથી જ “હસ્તિનાપુર નામે નગર પ્રસિદ્ધ થયું. જ્યાં સ્વચ્છ પાણીથી ભરેલા અને પૂર્ણિમાના ચંદ્રના પ્રતિબિંબથી શેભાને પામેલા અનેક સરોવરે હતા, જ્યાંથી