________________
૧૮. દેવે કહ્યું, દેવેન્દ્ર પણ આનું (પૂજાનું) ફલ આપવાને માટે સમર્થ નથી. (આ પૂજાનું ફલ) અપાતું એવું ત્રણ લોકનું રાજ્ય પણ તૃણ સમાન મનાય છે. ૧૧૧.
૧૯. જિનેશ્વર પરમાત્મા સમ્બન્ધી કરાયેલી એક પણ પૂજા દુર્લભ એવી સામગ્રીને પણ પ્રાપ્ત કરાવે છે. કલ્પ વેલડી વડે શું ન અપાય ? અને યોગીઓ વડે (કેવલજ્ઞાનીઓને ) શું ન જણાય. ૧૧૨.
૨૦. પરંતુ તમારા ઘરમાં ચારે ખૂણામાં ધનથી ભરેલા ભાવિ સુવર્ણ કલશો મારા વડે ભેટ રૂપે કરાયા છે. (સ્થાપન કરાયા છે.) ૧૧૩.
૨૧. આ કૂલ માત્ર (પૂજા)નું ફલ તું નિશ્ચિત જાણ. જે કારણથી વીતરાગ સમ્બન્ધી (પરમાત્માની) પૂજા મોક્ષ સુખોને પણ આપે છે. ૧૧૪.
૨૨. એ પ્રમાણે કહીને દેવ અદશ્ય થયે છતે શ્રેષ્ઠી પોતાના મહેલમાં આવ્યો. પુત્રોને કહ્યું હે ભદ્રો ! તમારા વડે ધર્મ શા કારણથી મૂકાય છે ? ૧૧૫.
૨૩. આશ્રય વગરના, ક્રોધથી આકુલ થયેલા તે પુત્રોએ પણ તે શ્રેષ્ઠીની પ્રતિ કહ્યું, અરે ! વૃદ્ધ એવો તું મૂર્ખ જ છે. વળી તું કેમ કદર્શન કરાવે છે ? ૧૧૬.
૨૪. લોકોને ફળની પ્રાપ્તિના અભાવવાળા વ્યવસાયમાં પણ ઉત્સાહ હોતો નથી. (તો પછી) ફલના સંદેહવાળા ધર્મમાં ક્યો બુદ્ધિમાન પુરુષ સંબંધ કરે? ૧૧૭.
૨૫. ત્યાર પછી શ્રેષ્ઠીએ પણ કહ્યું – અરે મૂર્તો ! (ધર્મના) ફલનો ઉદય શીઘ શી રીતે થાય ? વૃક્ષો પણ જે સમયે રોપાય છે તે સમયે ફળને આપે છે, પહેલાં નહિ. ૧૧૮.
ઉપદેશ સપ્તતિ ૧૭