Book Title: Sarvagna Siddhi
Author(s): Vijayamrutsuri
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ એટલે પાપાચરણનું પક્ષપાતી મીમાંસાદર્શન સર્વનો અપલાપ કરે એમાં કોઈ અદ્દભુત નથી. ૨. સર્વજ્ઞ એટલે વિશેષજ્ઞ એમ માનનારા: સાંખ્યદર્શનમાં સર્વજ્ઞ અંગે સ્પષ્ટ વિચાર કરવામાં નથી આબે, પણ તેની પ્રક્રિયા જોતાં તે દર્શન આ વિષયમાં અલિપ્ત રહેવાનું વિશેષ વલણ દાખવે છે. આત્મા ચિતન્ય સ્વરૂપ છે એમ આ દર્શન માને છે, છતાં તેનું ચૈતન્ય સ્વયં કાર્યક્ષમ અંશ માત્ર પણ નથી, બુદ્ધિના પ્રતિબિંબે માત્ર એ ઝીલે છે, જ્ઞાનની બધી પ્રક્રિયા, પ્રકૃતિ અને તેના પરિવારને અધીન છે, અને એ બધું જડ છે, ઈશ્વરને સ્વીકાર આ દર્શન કરતું નથી. આ દર્શનની એકબાજુ જેવું ગદર્શન ઈશ્વરનો સ્વીકાર કરે છે ને ઈશ્વર સર્વજ્ઞ છે એમ કહે છે. તેમાં પણ ચેતનને અંગે તે સાંખ્ય જેવી જ વિચારણા છે. અર્થાત સાંખ્ય અને રોગ એ બે દર્શને સર્વજ્ઞ મીમાંસામાં એક પ્રકારનું ઔદાસીન્ય દાખવે છે. બૌદ્ધદર્શન સર્વાને સ્વીકાર કરે છે પણ તેનું દર્શન સર્વને વિશેષજ્ઞ સ્વરૂપે સમજાવે છે. સર્વ શબ્દથી તેને ઈષ્ટ અને તાત્વિક અર્થ અભિપ્રેત છે. માટે જ તે દર્શનમાં કહેવાયું છે કે सर्व पश्यतु वा मा वा, तत्त्वमर्थ तु पश्यतु । कीट सङ्ख्यापरिज्ञानं, तस्य नः कोपयुज्यते ।। આ શ્લેક માટે પ્રસંગ આ પ્રમાણે સંભળાય છે કેએક સમય બુદ્ધ ચાલ્યા જતાં હતાં, અને અનાજનું ગાડું જતું હતું, બુદ્ધને કેઈએ પૂછ્યું કે આ ગાડામાં કેટલા જીવે છે? ત્યારે બુદ્ધ ઉપર પ્રમાણે જરી ઉગ્રતા પૂર્વક ઉત્તર આપે– બધું જાણે કે ન જાણે, પણ તવ પદાર્થને જાણે, આમાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 244