________________
બેસાડવામાં ઉપયોગી બને એવી રચવામાં આવી છે. આ હકીકત વાચકને આ ગ્રન્થના વાચનથી સ્પષ્ટ સમજાશે.
સાધના અને આરાધના માટે સર્વજ્ઞની સિદ્ધિ આવશ્યક છે. સર્વજ્ઞની સિદ્ધિ સિવાય સાધના દુર્લભ, અને સાધના વગર સ્વસિદ્ધિ દુર્લભ. તેથી સહદય વાચક વર્ગ આ મહા ગ્રન્થને વાંચી વિચારી સર્વજ્ઞપ્રભુમાં દઢ શ્રદ્ધા બનવા સાથે સ્વ–પર કલ્યાણ સાધનાર બને એ જ અભિલાષા.
જૈન ઉપાશ્રય ) ભાયખલા-મુંબઇ ૨૦૧૯ દીપાવલી
૫૦ દુરન્ધરવિજ્ય ગણિ
સર્વજ્ઞાને અનુસર:
- આપણાથી વિશેષ જાણકારના મતને આપણે અનુસરીએ છીએ, અને જે નથી અનુસરતા તે ગેરલાભ થાય છે–અચૂક થાય છે. આ વાત સમજણ ધરાવતા સહુ કોઈ માને છે. તે પછી સર્વજ્ઞને અનુસરનારને કેટલો લાભ થાય અને નહિં અનુસરનારને કેટલે ગેરલાભ થાય ! એ સહેલાઈથી સમજાય એવું છે. લાભની ઈચ્છાવાળાએ સર્વના મતનું અનુસરણ કરવું હિતાવહ છે.
તા. ૨૦-૧૦–૧૯૫૮
--પં. શ્રી ધુરન્ધરવિજયજી ગણિ. -
( ‘ઉન્મેષમાંથી)