________________
મીમાંસકે એવા આડે રસ્તે ચડી ગયા છે કે તેઓ જે રીતે સર્વજ્ઞ નથી એવું પ્રતિપાદન કરે છે તે ખૂબ જ ગૂંચવણભરેલું અને બુદ્ધિની કેવળ વિડંબના કરનારું છે. વે-કહે એ જ સર્વસ્વ, ઈશ્વર જેવી કઈ વ્યક્તિ છે જ નહિં, જે કાંઈ છે તે વેદ જ છે. માનવ માત્ર સદેષ છે. એ સર્વથા દેષમુક્ત બને એ શક્ય જ નથી, તેથી વેદ જે અનાદિ સિદ્ધ છે તેને અનુસરવું તેના અર્થો ઋષિ-મુનિઓ સમજાવે એ પ્રમાણે માન્ય રાખવા તેમાં શંકા-કુશંકા કરીને ડેળાણ કરવું નહિં, એવા ડેળાણ કરનારથી વેદને વિવંસ થાય છે, વેદના વિધ્વસ સમાન વિશ્વમાં અન્ય કોઈ પાપ નથી. વેદના સત્ય અર્થ કરવા માટે વિવિધ પ્રકારના નિયમે-નિયમનની એટલી બધી મીમાંસા આ દશને કરી છે કે જે વિચારતાં એમ લાગે કે આ તે કેવી શબ્દ બ્રહ્મની માયાજાળ છે, એ માયાજાળમાં મુંઝાઈ ગયેલું શબ્દ બ્રહ્મ પિતે મુક્ત વિહાર કરી શકતું નથી. સર્વજ્ઞ અને તેની પરંપરાથી વંચિત રહેલા મીમાંસકે વેદના અર્થ અંગે અનેક શાખા-પ્રતિશાખામાં વહેંચાઈને અંદર અંદર ખૂબ વિવાદમાં પડી ગયા, પરિણામ એ આવ્યું કે એ દર્શનકાળના પ્રવાહમાં આગળ વધવા છતાં અનેક પ્રકારના અનર્થકારિ અનુષ્ઠાને જન્મ આપતું ગયું. અજ્ઞાન અને મેહને વશ વેદના વિશુદ્ધ અર્થો બદલાવીને હિંસામય અને વાસનામય અર્થો મીમાંસાદર્શનના અધિનાયકે એ તે તે અનુયાયિવર્ગમાં ખૂબ પ્રસારિત કર્યા, વેદને નામે અને ઋષિઓને નામે ભદ્ર વર્ગ એ ઉભાગ ઉપર આંખ મીંચીને દેડે જતો હતો અને દુર્ગત થતો હતો, અતિશય કડક શબ્દમાં આ દશનની ટૂંકી આચના કરતાં કલિકાલસર્વજ્ઞ કહે છે કે
वरं वराकश्चार्वाको, योऽसौप्रकट नास्तिकः । वेदोक्ति तापसच्छद्म-छन्नं रक्षो न जैमिनिः ।।