________________
૧૨
જીવમાત્રમાં સ્વાભાવિક જ્ઞાન ગુણ છે, જીવ સાથે અનાદિથી જોડાએલી કામણ વગણું કર્મ સ્વરૂપે તેનાં જ્ઞાનગુણને આવરીને રહી છે. જીવ ઉપરથી જેમ જેમ એ વર્ગનું ખસે છે તેમ તેમ તેને જ્ઞાનગુણ વિકાસ પામતે જાય છે. કર્મ દૂર થવામાં તરતમતા દેખાય છે એટલે જીવેના જ્ઞાનમાં પણ તરતમતા દેખાય છે. જ્યારે જીવથી જ્ઞાનને આવરણ કરનારૂં કર્મ સંપૂર્ણ દૂર થઈ જાય છે ત્યારે તેને જ્ઞાનગુણ પણ સંપૂર્ણ પ્રકાશિત થાય છે. અંશ પણ આવરણ રહેતું નથી ત્યારે એવું કયું બાધક-- કારણ છે કે જે જીવને સર્વ પદાર્થો, સર્વ પર્યાને એકસાથે એકકાળે ન જણાવે?—જણાવે જ .
આ પ્રમાણે સર્વજ્ઞ અંગેની મૂળભૂત વિચારણા જૈનદર્શનમાં સ્પષ્ટ છે. આ વિચારણાને વ્યવસ્થિત રીતે તર્કસંગત જૈનદર્શને કરી છે. આ વિષયનું પ્રતિપાદન કરનારા ઘણું બળે છે, તેમાં પ્રસ્તુત “સર્વજ્ઞસિદ્ધિ' ગ્રન્થ વિશિષ્ટ અને ગહન છે.
૪. સર્વજ્ઞસિદ્ધ ? - આ ગ્રન્થના પ્રારંભમાં ૨૧ કલેકે છે, પછીથી ગદ્ય લખાણ છે. એ ગદ્ય લખાણને માટે ભાગ ગયા પછી-૨પ લે કે છે-વળી થોડું ગદ્ય છે ને પ્રાન્ત ૨૨ કલેકે છે, લેકે પ્રાસાદિક છે. ગદ્ય લખાણ અનેકાંત જયપતાકાને મળતું, પ્રાચીન ન્યાય પદ્ધતિનું, અપશબ્દમાં ઘણે અર્થ સમજાવનારૂં છે. એ કારણે ગદ્યનું કાઠિઓ પણ સ્પષ્ટ છે. પ્રસ્તુત પ્રકાશનમાં તેનાં નાના નાના ખંડ કરીને મુદ્રણ કર્યું છે તેથી પઠનપાઠનમાં સરલતા વધશે એ નિશ્ચિત છે.