Book Title: Sarvagna Siddhi Author(s): Vijayamrutsuri Publisher: Jain Sahityavardhak Sabha View full book textPage 9
________________ ૧. સર્વજ્ઞના અપલાપ કરનારા : સજ્ઞ નથી એવું માનનારા મુખ્યત્વે ચાર્વા કે। અને મીમાંસકે છે. જેઓ અજ્ઞાની છે અને સજ્ઞ છે કે નથી એવુ કાઇ પણ પ્રકારનું જ્ઞાન જેઓને નથી તેએ અગે તા કાંઇ પણ કહેવાપણુ જ નથી. પણ જેએ વિચારણાના ક્ષેત્રમાં પ્રવેશ્યા છે, તક અને દલીલેાથી જેએ વાત કરે છે, તેઓ જ્યારે સદ્ન નથી એમ કહે છે ત્યારે તેમનું મંતવ્ય સમજવું ખાસ જરૂરી થઇ પડે છે. ચાર્વાકે કેવળ–પ્રત્યક્ષ જણાય તેના જ સ્વીકાર કરે છે, સર્વાંગ કાઇ પ્રત્યક્ષથી જાણી શકાય એવા નથી એટલે તેએ સનના અપલાપ કરે છે, ચાર્વાકાનું કથન તદ્દન વાહીયાત હૈાવા છતાં દરેક દાનિકે તેના ઉલ્લેખ કર્યો વગર રહેતાં નથી. સૂક્ષ્મ વિચારધારામાં આગળ વધવા માટે ચાર્વાકાની વિચારણા પૂ ભૂમિકારૂપે સુન્દર ભાગ ભજવે છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી વિશ્વતંત્રમાં એક ડગલું પણ ભરી શકાતું નથી એ હકીકત છે, એટલે ચાર્વાકે કેવળ ભૌતિકવાદી બનીને દૂર ખસી જાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાય તેા ચાકાને માટે સચોટ શબ્દોમાં કહે છે કે सम्मतिर्विमतिर्वाऽपि, चार्वाकस्य न मृग्यते । परलोकात्ममोक्षेषु, यस्य मुह्यति शेमुषी ॥ १ ॥ અમારી વાતમાં ચાર્વાક સમ્મત છે કે વિમત એના અમે કાંઈ પણ વિચાર જ કરતાં નથી, કારણ કે જેની બુદ્ધિ પરલેાક, આત્મા, મેાક્ષ વગેરેમાં મૂંઝાય છે. એ મૂળભૂત તત્ત્વા છે કે નહિં ? એને પણ જે વિચાર નથી કરી શકતે! તેની વાત પણ શી કરવી! એટલે ચાર્વાક સજ્ઞ નથી એમ કહે તેથી તે વચનની કાંઈપણ કિંમત નથી.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 244