Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 6
________________ GGGGGG BLOGGGGGG વાંચન અને ચિંતનની કેડીએ ચાલતાં પ્રસંગો અને વિચારો સાંપડતા રહે છે, આવા કેટલાક પ્રેરણાદાયી પ્રસંગો અને એમાંથી જાગેલું ચિંતન આલેખવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગો જીવનની મૌલિક દૃષ્ટિ પ્રદાન કરે તેવા છે અને એથી જ એ દ્વારા જીવન વિશે નૂતન અભિગમ અને સ્વસ્થ ચિંતન જાગે તેવી અપેક્ષા છે. મહાયોગી આનંદધન વિશે મહાનિબંધ લખતાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનમાં રસ જાગ્યો. દેશ-વિદેશની સાંસ્કૃતિક યાત્રાએ એને વ્યાપ આપ્યો. જુદા જુદા ધર્મોના દર્શનનો અભ્યાસ ક્યો અને એમાંથી ઝાકળબિંદુ જેવા નાના પ્રસંગમાંથી મોતી સાંપડ્યાં, જેનું અહીં આલેખન કર્યું | અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર, ધર્મચિંતક અને અનેકવિધ સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાનોમાં કાર્યરત ડૉ. કુમારપાળ દેસાઈની પ્રતિભાએ અનેક ક્ષેત્રોમાં ઊંચાં શિખર સર કર્યા છે. જીવનચરિત્ર, વિવેચન, સંશોધન, બાળ-સાહિત્યમાં 90 પુસ્તકોનું સર્જન એમણે કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી ભાષાના રીડર તરીકે એમના માર્ગદર્શન હેઠળ અગિયાર વ્યક્તિએ ડૉક્ટરેટની પદવી મેળવી છે, ગ્લોરી ઑફ જૈનિઝમ’ અને સ્ટોરીઝ ફ્રૉમ જેનિઝમ' જેવાં એમનાં અંગ્રેજી પુસ્તકોને વ્યાપક નામના મળી છે. ઈટ અને ઇમારત, ઝાકળ બન્યું મોતી, આકાશની ઓળખ, પારિજાતનો પરિસંવાદ એ એમની લોકપ્રિય કૉલમો છે. રમતગમતના ક્ષેત્રમાં એમનાં પુસ્તકો, કૉલમ્સ અને કોમેન્ટ્રી બહોળી ચાહના પામેલાં છે. સંસ્કૃતિ અને ધર્મ-દર્શનના અભ્યાસી તરીકે એમની માંગ દેશ-વિદેશમાં પુષ્કળ રહે છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા જેવા દેશોમાં કુલ પચીસ વખત વિદેશપ્રવાસ ખેડ્યો છે. ઇંગ્લેન્ડની સંસ્થાઓએ શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ, જૈન સેન્ટર ઓફ નોર્ધન કૅલિફૉર્નિયાએ ગૌરવ પુરસ્કાર, નવી દિલ્હીની અહિંસા ઇન્ટરનેશનલ સાહિત્યિક પ્રદાન માટે આપેલ અહિંસા એવૉર્ડ અને અમેરિકા અને કેનેડાના ૫૪ જેટલા સેન્ટરનું પ્રતિનિધિત્વ કરતી “ ફેડરેશન ઓફ જૈન ઍસોસિયેશન ઑફ નોર્થ અમેરિકા (Jaina)'' દ્વારા એના પ્રમુખનો પ્રેસિડન્ટ સ્પેશ્યલ એવૉર્ડ એનાયત થયા છે. ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયનમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે અને ૧૯૯૪માં પોપ જ્હોન પોલ(બીજા)ના નિમંત્રણથી વેટિકન જનાર પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેઓ ગયા હતા. માનવીય મૂલ્યો અને આધ્યાત્મિક વારસાને પ્રેરતા સર્જન માટે એમને ત્રણ લાખ રૂ.નો શ્રી દીવાળીબહેન મોહનલાલ મહેતા એવૉર્ડ એનાયત થયો. ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલૉજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના કો-ઓર્ડિનેટર, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ, ગુજ રાત વિશ્વકોશ ટ્રસ્ટ, વિઘાવિકાસ ટ્રસ્ટ, અનુકંપા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમજ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, યશોવિજય ગ્રંથમાળા અને જયભિખુ સાહિત્ય ટ્રસ્ટના મંત્રી તરીકે તેમની કામગીરી જાણીતી છે. એક વ્યક્તિ એની બહુમુખી પ્રતિભાથી અનેક ક્ષેત્રોમાં કેવું વિશિષ્ટ પ્રદાન કરી શકે છે તેનું જ્વલંત દૃષ્ટાંત છે ડૉ. કુમારપાળ દેસાઈ. - મુકુંદ શાઈ ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી લોકપ્રિય એવી “ઝાકળ બન્યું મોતી' નામની કૉલમમાં આમાંનાં કેટલાંક લખાણો પ્રગટ થતાં હતાં તે નવેસરથી તૈયાર કરીને આમાં મૂક્યાં છે. આ પ્રસંગમાં માત્ર ચિતન જ નથી, બલે માનવમનનો અભ્યાસ પણ અનુસૂત છે. આ માટે ‘ગુજરાત સમાચાર'નો તથા સર્વશ્રી શાંતિભાઈ શાહ, શ્રેયાંશભાઈ શાહ, બાહુબલિ શાહ, નિર્મમ શાહ અને અમમ શાહનો આભારી છું. આ પુસ્તકના પ્રકાશન માટે મારા સ્વજન શ્રી મુકુંદભાઈ શાહ અને શ્રી હેમંતભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે. આ પુસ્તકમાં સંકલિત થયેલા પ્રસંગોના આલેખન પાછળ શ્રી રમણિકભાઈ પંડ્યાએ આપેલો સાથ અને સહયોગ ભૂલી શકાય તેમ નથી. આશા રાખું છું કે આ પ્રસંગમાધુરીમાંથી જીવનઆનંદની થોડીક ક્ષણો મળી રહેશે. ૨૧ માર્ચ, ૯૯ - કુમારપાળ દેસાઈ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 92