________________
પાંડવ ચરિત્ર મહાકાવ્યનું ગુર્જર ભાષાંતર
જૈન મહાભારત)
સર્ગ ૧ ત્રણે લેકના નાથ, સફેદ કમલની જેવા નેવાલા, કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને આપનાર, શ્રી નાભિરાજાના પુત્ર પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવંત અમારું રક્ષણ કરો.
જેઓના ચરણકમલની દેદીપ્યમાન કાંતિ ભયંકર પાપરાશિને બાળનારી છે, એવા શ્રી શાંતિનાથ ભગવંત અમારૂ કલ્યાણ કરે.
જેઓની દેશના, કામાદિનું ભક્ષણ કરીને પુણ્યરાશિને જન્મ આપે છે, અને મોક્ષ સુખની સંપત્તિ પ્રાપ્ત કરાવે છે, એવા શ્રી નેમિનાથ જીનેશ્વર પ્રભુને હું નમસ્કાર
જેઓના શરીરની પ્રભા અવર્ણનીય છે. મસ્તક ઉપર રહેલી ફણાની ઉપર લાલ રંગ રહેલ છે. જે પરવાળાની