________________
કરતા તેઓ વિ. સં. ૧૯૭ના માઘ માસમાં વઢવાણ કંમ્પ પધાર્યા અને માઘ શુકલા દશમીને દિને મુનિરાજ શ્રી પુપવિજયજીની પંન્યાસ શ્રી કમળવિજયજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા થઈ. ૧૯૬૭નું ચાતુમોસ તેઓશ્રીએ અમદાવાદમાં ગુરૂની સાથે કર્યું અને અહીં પંચ કાવ્યાદિનો અભ્યાસ ઘણી જ સરલતા પૂર્વક કર્યો. તેઓશ્રી પોતાની તીક્ષણ બુદ્ધિના યોગે દરેક વસ્તુ બહુ જ જલિદ ગ્રહણ કરી શકતા અને સામાન્ય અભ્યાસીને માટે મુશ્કેલ એવા એ કાવ્યાદિનો અભ્યાસ તેઓશ્રી જેમ સરળતાથી તેમ ત્વરાથી કરી શકયા. તેઓશ્રીના પરિચયમાં આવનારને તેમની આ બુદ્ધિશક્તિ મુગ્ધ બનાવતી.
આમ મુનિરાજ શ્રી પુષ્પવિજયજી ધાર્મિક અને સંસ્કૃત અભ્યાસમાં આગળ વધ્યા, તેમ તેઓશ્રીની તાર્કિક શક્તિ પણ ખીલી અને વ્યાખ્યાન શક્તિ પણ વિકાસ પામવા લાગી. પોતાના ગુરૂદેવની છત્રછાયા નીચે તે પુણ્યપુરુષ જગના જીવેને સંસારની અસારતા અને સંયમની સારભૂતતા સમજાવવા લાગ્યા. જૈન સાધુઓ જગમાં પરમ ઉપકારી કહેવાય છે, તેનું કારણ જ આ છે. ઉપદેશ કેવલ આત્મિક કલ્યાણ સાધવાને અને તે પણ નિઃસ્પૃહપણે! કોઈ પણ આત્માને તેના આત્મધર્મનું ભાન કરાવવું અને તેને આ કર્મમય સંસારથી વિરક્ત બનાવી સયમને ઉપાસક બનાવ, એ જનશાસન કહે છે કે–પરમ ઉપકાર છે. કરોડની સંપત્તિ - પવામાં જે પુણ્ય કે ઉપકાર થાય, તે કરતાં પણ એક આત્માને ધર્મ પમાડવામાં વિશેષ ઉપકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com