________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૬૦ નારે સમુદાય જે કે સમુદાયરૂપે લેવાથી વ્યવહારમાં પિતાને સંઘ તરિકે જાહેર કરી શકે, છતાં શાસ્ત્રકારે તેવા સમુદાયને સત્ય ગ્રાહક સમુદાય, અર્થાત્ –સંઘ કહેવાની ના પાડે છે, એટલું જ નહિ પણ જેમ ચતન્ય રહિત શુષ્ક હાડકાનો સમૂહ નિરર્થક હોઈ કેઈપણ હિસાબમાં નથી, તેવી રીતે તે પણ સમ્યક્ત્વરૂપ ચિતન્યથી વંચિત (હીન) હેવાને લીધે હાડકાંના ઢગલા જેવો જ નિરર્થક છે. કેટલીક વખત સંખ્યાના બળે સત્યતાને માનવાવાલા મનુષ્ય આવાં વાકથી ગુસ્સામાં આવી જાય છે, પણ તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે સત્ય માર્ગથી દૂર થયેલે ગમે તેવો મટે સમુદાય હાય, તે પણ તેની કિંમત હોઈ શકતી નથી. આ સ્થાને દરેક વિવેકીજને વિચાર કરવાને છે કે–હીરાના લક્ષણથી રહિત થયેલા કેલસાના સમુદાયને કેલસાના ઢગલા તરિકે ઓળખાવાય કે કહેવાય તો તેમાં જેમ કાંઈપણ અનુચિતપણું નથી, તેમ વસ્તુસ્થતિની સત્યતા ઉપર લક્ષ્ય રાખનાર પુરૂષ સત્ય નિરૂપણ કરે તે તદ્દન ઉચિત જ છે; એટલું જ નહિ પણ તે વકતાના નિડરપણાને પ્રભાવ છે.
સત્યવતની વ્યાખ્યા. અહીં કદાચ એમ કહેવામાં આવે કે
સત્યવ્રતની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકારો જેમ સાચું કહેવાનું ફરમાન કરે છે, તેમજ “પ્રીતિકારી વચન કહેવું તેજ સત્ય વચન છે”—એમ જણાવે છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com