________________
૧૨૬ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
ત્યારે પાતે રેંટીએ કાંતવા માંડે છે. જો કે–આરેંટીઆનું કાંતવું દેખીને કેટલાકા પ્રાચીન કાળમાં સારા સારા કુળની સ્ત્રીઓ પણ ટીએ કાંતતી હતી, એમ સાબીત કરવા માંગે છે, પણ આ દ્રષ્ટાંતથી તે વાત સાખીત થાય તેમ નથી. આર્દ્રકુમારની સ્ત્રીએ કાંતવા માંડેલા રેંટીએ કોઇ જ પ્રકારે ધંધાને માટે હતા નહિ. કેવળ છેાકરાને તેના પિતાની દીક્ષાની વાત સમજાવવા માટે જ હતા. બન્યું પણ એમ જ કે–ાકરાએ રેંટીએ કાંતતી પેાતાની માતાને દેખીને પ્રશ્ન કર્યો કે
“ પામર જનની સ્ત્રીઓને ઉચિત એવું આ કાર્ય, હે માતાજી! તમે કેમ આરંભ્યું છે? ”
kr
ઉત્તરમાં આર્દ્રકુમારની સ્ત્રીએ જણાવ્યું કે— તારા પિતાજી દ્વીક્ષા લેવા તૈયાર થયા છે અને તેમના સાધુપણા પછી મારૂં અને તારૂં બન્નેનું પાલન ાષણ આ રેંટીયાથી જ મારે કરવાનું રહે છે. ”
આવી રીતનાં માતાનાં વચન સાંભળી તે મુખ્યપુત્ર નજીકમાં સુતેલા આર્દ્રકુમારના પગે સુતરના આંટા મારી, પેાતાની માતાને જણાવ્યું કે
“ મેં મારા બાપને ખાંધેલ છે તેથી હવે તે જશે
""
નહિ.
આર્દ્ર કુમારને એજ કાચા સુતરના આંટા વજાના બંધન કરતાં પણ જખરા થઇ પડયા અને સ્નેહ સબંધમાં જકડાયેલા તે, તે વખતે દીક્ષાથી પાછા ખસ્યા. જો કે– કેટલાંક વર્ષ સુધી સંસારમાં રહ્યા, તે પણ છેવટે સ્ત્રી અને પુત્ર બધાને છોડીને પોતે દીક્ષા ગ્રહણ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com