________________
૨૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કર્મનાં આવરણે યાદ આવ્યાં. તેને તેડવા માટે વા સમાન શુભ પરિણામની ધારા શરૂ થઈ. શુલ ધ્યાન પ્રાપ્ત થયું. કર્મરૂપી વન છેદાઈ ગયું. શરત્રાતુના વાદળમાંથી નીકળેલા પૂર્ણિમાના ચંદ્રની માફક નિરાવરણ થયેલ આત્મા ઝળકી ઉઠયો અને કેવળ જ્ઞાન પામી મુકિત ગયા. આ બધી હકીક્ત ઉપરથી ચારિત્રના વેષ અને આચારને મહીમા સ્પષ્ટપણે હૃદયગત થાય છે. કેઈ વખત આત્માના પડેલા પરિણામને પતા દ્વારા અથવા બીજા દ્વારાએ દ્રવ્ય વેષને લીધે જ સુરક્ષિત કરવાનું બની શકે છે. માટે મેક્ષની ઈચ્છાવાલા આત્માને જેવી રીતે મહાવ્રતોને સ્વીકાર કરવો જરૂરી છે, તેવી જ રીતે દુનિયાદારીથી ખસી જઈ સાધુપણને વેષ ધારણ કરવો જરૂરી છે. સાધુપણને વેષ નિયમિત છે, તેથી તે શાસ્ત્રકારો સિદ્ધ થતા જીવમાં ગૃહીલિંગ, અન્યલિંગ અને સ્ત્રીલિગ સિદ્ધ આદિ ભેદો કરી શકે છે.
દ્રવ્યલિંગમાં ધાર્મિક ઉપકરણની જરૂર મેક્ષને માટે દ્રવ્યલિંગ પણ શાસ્ત્રકારોએ નિયત કરેલું છે, એમ આપણે જોઈ ગયા. અને તે દ્રવ્યલિંગ વસ્ત્રાદિકના અભાવરૂપ નહિ, પણ કઈ પણ તેવી વસ્તુના ભાવરૂપ હોવું જોઈએ, અને એટલા જ માટે વેતામ્બર ધાર્મિક ઉપકરણની દ્રવ્યલિગમાં જરૂર માને છે અને ધાર્મિક સાધનને ઉપકારક તરીકે માની, તેને પરિગ્રહ–આશ્રવ તરિકે માનતા નથી. જે ધર્મના ઉપકરણરૂપ વસ્ત્રાદિને પણ પરિગ્રહ–આશ્રવ તરિકે માને અને તેને અંગે રહેલા નિર્મમત્વ ભાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com