________________
૧૮૨] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પ્રવર્તાવે, તેના કરતાં બળવાન થએલા મનુષ્ય, જે તેઓમાં નીતિ કે ધર્મને અંકુશ હાય નહિ, તો તેઓ અધિક અધર્મ અને અન્યાય પ્રવર્તાવી શકે છે. એ પણ એક નિયમ છે કે-જેના હાથમાં હથિયાર આપવામાં આવે, તે પુરેપુરે વફાદાર છે કે નહિ, તેની પ્રથમ ખાત્રી કરી લેવી જોઈએ. કેમકે-વફાદારી વિનાના મનુષ્યને આપવામાં આવેલાં હથિયાર બંખેરેને જ વર્ગ ઉભું કરશે અને પરિણામે હથિયાર આપનારને મુશ્કેલીમાં ઉતરવું પડશે. તેવી જ રીતે રાષ્ટ્ર-ઉન્નતિના માર્ગમાં ધાર્મિક ભાવનાને આપવામાં આવતું શૈણપણું, જગના કોઈપણ પ્રાણીને હિતકર તે નહિ જ નિવડે, પરંતુ અહિતકર્તા જરૂર જ નિવડશે. આથી એમ નહિ માનવું કે-કોઈના કહેવા કે માનવા માત્રથી ધર્મનું ગાણપણું કે મૂખ્યપણું થઈ જાય છે, પરંતુ ગતાનુગતિક રીતિએ આવા વિચારને અનુસરનારા મધ્યમ સમજવાળા આત્માઓને તેથી જરૂર નુકશાનના ભેગા થવું પડે છે. વળી આવા વિચાર ધરાવનારાઓ અને તેને અનમેદન આપનારાઓને, ધર્મને અનુસરવાવાળા અને ધર્મ પ્રવૃત્તિઓનું રક્ષણ કરનારાઓ સાથે સંગ્રામમાં ઉતરવું પડે છે અને તે રીતે પોતાની શક્તિને દુર્વ્યય કરી, તેઓ પોતાને તેમજ બીજાઓને શ્રાપરૂપ બને છે. તેઓને જે સદબુદ્ધિ સૂઝે અને પોતાની શક્તિઓને એગ્ય રીતિયે ઉપયોગ કરે, તો આ સઘળી આપત્તિઓમાંથી હેજે બચી જવા પામે.
સમાજ-વિચ્છેદની કલપના ! કેટલાકના મનમાં એ વિચાર આવે છે કે– “કેવલ ધર્મ અને ત્યાગને જ અગ્રપદ આપવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com