________________
[ ૧૫૩
ન
દીક્ષાનું સુન્દર સ્વરૂપ તેનું આ કથન કેટલેક અંશે વ્યાજબી છે, પણ તેના અર્થ એમ તેા નથી જ થતા કે દીક્ષાની અભિલાષાવાળાએ માતાપિતાદિના પાલનનું સાધન કરવા માટે સંસારમાં જ રહેવું. તેના વાસ્તવિક અર્થ એ છે કે દીક્ષા લેનારે પોતાની સંપત્તિ કેવળ સ્ત્રી આદિકને સોંપી ન દેવી જોઈએ, અથવા તેની પાછળ સંપત્તિની અસ્તવ્યસ્ત દશા ન થઇ જવી જોઇએ, કે જેથી છતી ઋદ્ધિએ માતાપિતાદિ કુટુંબીજના ભૂખે મરે. પૂર્વે એવા રિવાજ હતા કે–જેઓ પુત્ર વિનાના હાય અથવા જેએને! પુત્ર મરી જાય કે દીક્ષિત થાય, તેનું ધન રાજાના સુભટો આવીને રાજ્યમાં લઇ જતા હતા. તે સમયે દીક્ષા લેનારે જો વ્યવસ્થા ન કરી હાય, તેા તે ભાવિત આત્માની દીક્ષા થયા પછી, છતી સંપત્તિએ પાછળવાળાની કેવી ભયંકર હાલત થાય, તે સમજવી મુશ્કેલ નથી. બીજી વાત એ છે કેદીક્ષા લેવાની ઇચ્છાવાળાએ કુટુંમના પાલનની વ્યવસ્થા કરવા માટે કોઇપણ ભાગે પ્રયત્ન કરવા જ જોઇએ, એમ હેવામાં આવે, તે તેમાં જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તનું જ ઉલ્લંઘન થશે; કારણ કે–જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે ધર્મ કરવા માટે પણુ, દ્રવ્યની ઈચ્છા કરવી તે અનુચિત જણાવી છે. તેા પછી કુટુંખના પાલનને માટે દ્રવ્ય ઉપાર્જન કરવાની ઈચ્છા કરવી કે તેની ખાતર પવિત્ર દીક્ષાને છેડી દેવી, તે વ્યાજબી ન જ ગણી શકાય.
દીક્ષાને સહાય નહિ—સહાય કરનારની અનુમાદના નહિ !
હવે જ્યારે દીક્ષાના વિરોધ કરનારાઓ પણ પારમેશ્વરી દીક્ષાને પરમપવિત્ર અને મેાક્ષની નીસરણીરૂપ માને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com