________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૮૧ તિથી બચાવનાર ધર્મની સેવામાં વપરાતું બનાવવું હોય, તેઓના શ્રેયની સાથે અન્ય અનેકાનેક આત્માએનું કલ્યાણસાધક બનાવવું હોય, તેમજ જગતમાં સર્વોપરિ પદને પ્રાપ્ત થવા લાયક જૈનધર્મનું એકછત્રી સામ્રાજ્ય કરવું હોય, તે તેઓને ઉન્માગે લઈ જનારી કેળવણુથી તાત્કાલિક દૂર કરી, સાચી કેળવણી આપવાની વ્યવસ્થા થવી જોઈએ.
ધર્મની આબાદીમાં જ રાષ્ટ્રની આબાદી છે. દરેક આસ્તિક શાસ્ત્રોમાં એક વાત સ્પષ્ટપણે જણાવેલી છે કે-ચાર પ્રકારના પુરૂષાર્થ સાધવામાં, જે પ્રથમના કામ નામના પુરૂષાર્થને બાધ આવતું હોય તે ચલાવી લે, પણ તે કામ પુરૂષાર્થના મૂળભૂત અર્થ નામના પુરૂષાર્થને બાધા આવવા દેવી નહિ. તેવી જ રીતે અર્થ અને કામ બનેને બાધા આવતી હોય તે પણ તેના મૂળરૂપ ધર્મને બાધા આવવા દેવી જોઈએ નહિ. આધુનિક શિક્ષણ પામેલા આથી તદ્દન વિરૂદ્ધ વાત જણાવે છે અને એમ કહે છે કેરાષ્ટ્રીય એટલે દેશની ઉન્નતિને આડે આવનાર કેઈપણ પ્રવૃત્તિ હોય, તે તેને ગણકારવી નહિ. રાષ્ટ્રીય ભાવનાને મૂખ્ય કરવામાં ધર્મની પણ ગણતા થતી હોય, તો તે ઉપર બહુ ધ્યાન આપવું જોઈએ નહિ.” આમ કહેનારાઓ એ વાતને ભૂલી જાય છે કે-જયારે ધાર્મિક ભાવનાને સદંતર નાશ થશે, ત્યારે દેશમાં થએલી ઉન્નતિ રાક્ષસાચાર સિવાય બીજા શાને પ્રવર્તાવશે? એ વાત તે ખુલ્લી છે કે-નિર્બળ પ્રાણીઓ જે અન્યાય અને જુલમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com