________________
જેનના ધ્યાનમાં જ હોય. આમ મુમુક્ષુ આત્માઓને મેહવિકલ સાંસારિક સંબંધીઓના આઝંદાદિની તરફ ઉપેક્ષા કરવી જ પડે છે, અથવા કહો કે-માત્ર પૂવકૃત કર્મથી સંગમૂલ પ્રાપ્ત થએલાં તેવા સંબંધીઓની વગર ઈરાદે પણ સ્વાભાવિક રીતે જ મુમુક્ષુ આત્માઓથી ઉપેક્ષા થઈ જાય છે. અજ્ઞાન આત્માને, જે કે–આમાં દયાહીનતા ભાસે તો પણ નવાઈ જેવું નથી, પરંતુ શ્રી જૈનશાસને “ભાવદયા અને દ્રવ્યદયા–એમ દયાના પ્રકારે પાડીને, ઉચ્ચતર દયાનું જે સ્વરૂપ દર્શાવ્યું છે, તેને સમજનાર મુમુક્ષુ આત્મા તો એવાં મેહવિકલ સંસારીઓને ત્યાગ કરે, એમાં જ વાસ્તવિક દયાનું પાલન માને છે; એટલું જ નાહ પરન્તુ મુમુક્ષુ આત્માએ મેહવિકલ પ્રાણીઓના મહાધીન આઝંદાદિથી મુંઝાઈ જઈને, સંસાર-દાવાનલમાં સળગ્યા કરવું. એમાં તો વાસ્તવિક રીતે સાચી દયાનું કેવલ ખૂન ? છે, એમ ત્રિકાલદશિ અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદે ફરમાવે છે. બીજી રીતે તો કુટુંબ પોતે જે સંસારત્યાગ ન કરી શકતું હોય, તો પણ તેણે મુમુક્ષુ આત્માને કુલદીપક જાણીને તેની પ્રવૃત્તિમાં સહાય કરવી જોઈએ. કદાચ મેહવિકલતાના ચેપગે કુટુમ્બ તેમ ન કરી શકે, તે શ્રીસંઘની, પ્રજાની અને રાજાની ફરજ છે કે–આત્માથી મુમુક્ષુનો માર્ગ નિષ્ફટક કરી આપો .
આ બધી વિચારણું પછી કોઈ પણ સુજ્ઞ વિચારકને એમ જ માનવું પડશે કે-જગમાં રાજા તરફથી, પ્રજા તરફથી, અને શ્રીસંઘ તરફથી પણ મુમુક્ષુ આત્માને એકાન્ત સહાય અને સત્કારની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com