________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[૧૫૫
ખાપ, સ્ત્રી અને પુત્ર-પુત્રી આદિના પાલનની ખામીને લીધે અયેાગ્ય છે. ઉપર જણાવેલી કોઇપણ જાતિની ખામી ન હાય, તેા તેની પાછળ તેનું કુટુંબ રડારેાળ કરશે, એટલે તે પણ અચેાગ્ય છે. આ બધાના અર્થ એટલા જ થયેા કે– વર્તમાનકાળમાં જે મહાત્માએ દીક્ષિતપણામાં હયાત છે, તે મધાના પચાસ વરસથી વધારે વખત જીવનકાળ રહેવાના નથી અને નવા સાધુઓની ઉત્પત્તિ ઉપર જણાવ્યા પ્રમાણે અટકાવી દેવી છે, જેથી કરીને જગમાં સાધુસંસ્થાનું નામ નિશાન પણ રહેવા પામે નહિ.
સાધુસંસ્થાના વિરોધ શાથી ?
કાઇ મધ્યસ્થ પુરૂષને એવા સવાલ થશે કે– સાધુ સંસ્થાના વિચ્છેદ કરવાનું આ કાર્ય તેમને કેમ સૂઝતું હશે? ’ તેના ઉત્તર એટલેા જ છે કે- સાધુસંસ્થા તરફથી શાસ્ત્રના કમાન મુજબ કરવામાં આવતા વૈરાગ્ય અને ત્યાગના ઉપદેશ જ તેને ડગલે ને પગલે નડે છે. જેએ દીક્ષાના વિરાધ કરે છે, તેઓને નથી કરવા અભક્ષ્યલક્ષણુના ત્યાગ, નથી છેડવું અપેય પીણાંનું પાન, નથી કરવે રાત્રિભાજનના નિયમ, નથી કરવાં સામાયિક, પ્રતિક્રમણ કે તેવાં ધાર્મિક અનુષ્ઠાનેા, નથી જોઇતી જિનેશ્વરની પૂજા કે સુપાત્રનું દાન, નથી કરવી સાધર્મિક ભક્તિ કે માબાપની સેવા, નથી માનવાં શાસ્ત્ર કે ગુરૂના ઉપદેશ ! તેએની મેાટા ભાગે આવી સ્થિતિ હેાવાથી ધર્મશાસ્ત્રોને માનનાર તથા તેનાં ક્રમાને પ્રચારનાર સાધુસંસ્થા તેને ખૂંચે અને તેને વિચ્છેદ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરે, તેમાં કાંઈપણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com