________________
૯૮] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કેવળ અપવાદરૂપ છે. રાજમાર્ગ તો તે છે કે–દરેક દીક્ષાની અભિલાષાવાળા અગર દીક્ષિત થયેલા આત્માઓએ વિષય વિકાર ઉત્પન્ન કરનાર સાધનોના સહવાસને ત્યાગ કરી, નિર્વિકાર સંસર્ગોમાં જ રહેવું જોઈએ. તેમ નહિ વર્તનાર માટે ઉત્તમ ભાવનાઓનું સંરક્ષણ અસંભવિત નહિ, તે દુ:સંભવિત તે જરૂર જ છે. અને જે કાર્યો દીક્ષામાં રહેલા મહાપુરૂષ માટે દુ:સંભવિત હોય, તેવાં સ્થાનમાં દીક્ષાના ઉમેદવારે રહેવું જોઈએ એમ કહેવું, તે કેવળ અજ્ઞાનતાનું પરિણામ છે; એટલું જ નહિ પણ વૈરાગ્યમાર્ગને આવતો અટકાવવા માટે અથવા તો આવેલા વૈરાગ્યને નાશ કરવા માટે રસ્તે છે. આ ઉપરથી વૈરાગ્યવાસિત આત્માને સંસારમાં રહેવાની જેઓ ફરજ પાડવા માગે છે, તેઓ અંત:કરણથી નાસ્તિક હોઈ, વૈરાગ્યમાર્ગને અશકય બનાવવા તથા બનેલા વૈરાગ્ય માર્ગને તોડવા તૈયાર થયા છે, તેવી આસ્તિકોની માન્યતા સાચી જ છે,-એમ દરેક વિચારકને માનવું જ પડશે. દીક્ષા માટે કયી વય વધુ ગ્ય? ૧૮ વર્ષ ઉપરની કે તેની
અંદરની ?? અઢાર વર્ષથી ઓછી ઉમ્મરની દીક્ષા જેઓ રોકવા માગે છે, તેઓએ વિચારવાનું છે કે-જે મનુષ્યનું લગ્ન સત્તર કે અઢાર વર્ષે થયેલું હોય, તે મનુષ્ય તમારા કાયદા પ્રમાણે અઢાર વર્ષે જ્યારે ત્યાગી થશે, ત્યારે તેની યુવાન અવસ્થામાં રહેલી સ્ત્રી પોતાના માથા ફેડવા, છાતી કુટવા કે કકળાટ કરવા માટે તૈયાર થયા વિના રહેશે જ ન હ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com