Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 254
________________ ૧૭૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પણ સંકેચ થતું નથી, પણ શાસ્ત્રદ્રષ્ટિએ તેમનાં કાને અનુસરનારાં યોગ્ય વાક્ય તેમને કહેવામાં આવે, તેજ તેમને શુળની પેઠે પીડાકારક થઈ પડે છે. પણ તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા તેવા વર્તનને સ્પષ્ટપણે દેખવા છતાં કે સાચે મનુષ્ય, તમારા માટે તેવા શબ્દો બોલ્યા વિના રહેશે? તેઓએ યાદ રાખવું જોઈએ કેશાસનને માટે જીવન વહન કરનાર સાધુઓને તેઓના રેટલા કે કપડાંની બીલકુલ ગરજ નથી, પરંતુ તેઓને તે ફક્ત શાસન અને તેના અનુસરનારાઓની જરૂર જ છે અને તેથી તેઓ તેમને તેમના ખરા સ્વરૂપમાં ઓળખાવે, તેમાં નવાઈ નથી. અંધશ્રદ્ધાને આરે. આજકાલ કેટલાક લેકે-દેવ, ગુરૂ, ધર્મ અને શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખતા પુરૂષને અંધશ્રદ્ધાળુઓના ઉપનામથી સંબોધીને તેઓની વગોવણી કરવાનો પ્રયાસ કરે છે અને શાસ્ત્ર વિગેરેથી સર્વથા નિરપેક્ષ બની બેસનાર પિતાને સ્વતંત્રવાદી તરીકે ઓળખાવે છે, પરંતુ તેઓને આ આરોપ જૈન શાસ્ત્રોને માનનારાઓ ઉપર બીલકુલ ટકી શકતો નથી. ખરી રીતે આ અંધશ્રદ્ધાને આરોપ તેઓના ઉપર જ લાગુ પડે છે, કે જેઓ પૂર્વના ગંભીર અને અગાધ બુદ્ધિના ધણી શ્રીમાન ગણધરદેવાદિ પૂર્વાચાર્ય મહર્ષિઓના આદેશો કે તેમનાં બનાવેલાં સૂત્રે કરતાં તુચ્છ બુદ્ધિવાળાં સ્વ કપિલકલ્પિત વચનમાં અથવા તો તે માની લીધેલા અલ્પજ્ઞ પુરૂષનાં વચનમાં જ વિશ્વાસ રાખીને પ્રવૃત્તિ કરે છે. તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270