________________
૧૩૬ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તૈયાર થાય ? જે મનુષ્ય ભાવદયાના ફળને નથી સમજતા, તેઓ ભાવ દયારૂપ પ્રવજ્યાને છોડવા કે છોડાવવા ભલે તૈયાર થાય, પરંતુ ભાવ દયાના સ્વરૂપ અને ફળના સમજનારા કદી પણ દીક્ષાને ત્યાગ કરવાનું કહે જ નહિ.
દ્રવ્ય દયાની ચાહનાવાળાએ પણ દીક્ષાને
અટકાવવી જોઈએ નહિ.
તેવી જ રીતે શ્રી જિનેશ્વર ભગવાનની દ્રવ્ય પૂજા વિગેરેમાં જે કે દ્રવ્ય હિંસા સ્પષ્ટપણે થાય છે, તે પણ શ્રી જિનેશ્વરદેવની વીતરાગ અવસ્થાને લક્ષ્યમાં રાખી, ચારિત્ર્યની પ્રાપ્તિ માટે કરાતી એ દ્રવ્ય પૂજા એકાંત નિર્જરાના ફળને આપવાવાળી કહી છે. તે પૂજામાં થતી દ્રવ્ય હિંસાને દેષ પૂજા કરનારને સર્વથા લાગતો નથી. આ પ્રમાણે જે ચારિત્ર્યને ભગવાનની પૂજામાં ધ્યેયરૂપે ગણ્યું છે, તેને અંગિકાર કરતી વખતે કુટુંબીજનોના શકને આગળ કરવામાં આવે અને તેથી તે ચરિત્ર લેનાર દીક્ષાના પરિણામથી ચૂકી જાય અથવા તો તે જ કારણથી બીજે કઈ તેને ચારિત્ર લેતાં અટકાવે, તે મનુષ્યને શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કે દાન, શીલ, તપ આદિ ધર્મ કાંઈપણ કરવા લાયક રહેતા જ નથી વળી સંસારમાં રહેલે પ્રાણ એક દિવસના એક જ વખતના સ્ત્રીસમાગમથી નવલાખ ગર્ભજ મનુષ્યની હિંસા કરે છે, એવું શાસ્ત્રમાં જે સ્પષ્ટપણે કહ્યું છે, તેને સમજનાર મનુષ્ય કે પણ દિવસ દીક્ષા લેનારને સંસારમાં રહેવાનો આગ્રહ કરે જ નહિ. આ સ્થળે કદાચ એમ કહેવામાં આવે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com