Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 250
________________ ૧૭૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત હાડકાને ઢગલે કહીને જ જણાવે છે. જેઓને દેવ, ગુરૂ, ધર્મ તથા શાસ્ત્રોથી વિમુખ રહેવું છે અને તેવાઓને જે કંઈ શાસ્ત્રદષ્ટિએ હાડકાંના માળા તરિકે ગણાવે, તે તેમ કરનારને મૃષાવાદી ગણાવવા તૈયાર થવું છે ! આ શું કેવળ સત્યવાદીઓના મુખે જ ડુચો મારવાનો પ્રયત્ન નથી? સત્યનું નિરૂપણ કરવામાં સંકોચ રાખવાનું હોય જ નહિ. પદાર્થની સત્ય પ્રરૂપણા માટે તે શાસ્ત્રકારે સ્પષ્ટ કહે છે કે-અસત્ય પદાર્થમાં આગ્રહવાળે મનુષ્ય સત્ય પદાર્થના સ્વરૂપને સાંભળીને ચાહ્ય તો રેષાયમાન થાય યા ન થાય, અગર તો પિતાને પક્ષ અસત્ય ઠરવાથી શરમને લીધે ઝેર ખાઈને આપઘાત પણ કરે, તે પણ સત્યના ખપી પુરૂષ આત્માને હિત કરવાવાળી અને જ્ઞાન, દર્શન, ચારિત્રના પક્ષને પોષનારી જ વાણું બોલવી જોઈએ. અસત્યના કદીગ્રહવાળા મનુષ્યના કેઈપણ જાતના ઉત્પાતથી સત્ય પદાર્થની પ્રરૂપણ કરવાવાળાએ ડર રાખવો જોઈએ નહિ. શ્રીમાન કાલિકાચાયે સત્યધર્મનું નિરૂપણ કર્યું, તેથી દત્તરાજાને ચાહે તેટલો ઢષ થયે, તે પણ સત્ય વાત કહેવામાં તેઓએ કોઈપણ જાતને સંકેચ રાખે નહિ. શાસ્ત્રમાં સ્થાને સ્થાને અસત્ય પક્ષને ગ્રહણ કરનારને નિહુનવ, મિસ્યાદ્રષ્ટિ, અજ્ઞાની, કુદર્શની વિગેરે શબ્દથી સંબોધેલા જોવામાં આવે છે. તે ઉપરથી પણ સર્વને માનવાની જરૂર પડશે કે–પદાર્થને નિરૂપણને અંગે, સત્ય પદાર્થને ગ્રહણ કરનારાની પ્રશંસા જેટલે દરજજે જરૂરી છે, એટલે જ દરજે અસત્ય પદાર્થને માનનારાઓનું ને ચહe સેવામાં માની એ સર્વને માનવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270