________________
દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૧૩૩ લેવામાં આવે છે. વ્યાકરણકારના આ સ્પષ્ટ દષ્ટાંતથી વિચક્ષણેને તે માનવું જ પડશે કે સ્વમત કે પરમત પ્રમાણે દીક્ષા લેનારનાં કુટુંબીઓ રેતાં અને કકળતાં જ રહે, એ સ્વભાવિક છે અને બધાને અનાદર કરીને જ મુમુક્ષુ મનુષ્યને સંન્યાસ કે દીક્ષા લેવી પડે છે. પૂર્વના કેઈપણુ મહાપુરૂષે કુટુંબીઓના રૂદનથી
દીક્ષાને ત્યાગ કર્યો નથી! આવી જ રીતે વિદેહ દેશની રાજધાની મિથિલાના રાજા નમીજીએ જ્યારે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે આખી મિથિલા નગરીમાં પ્રાસાદ, ગૃહ વગેરે સર્વ સ્થાને ભયંકર અને કરૂણાજનક શબ્દો સંભળાતા હતા અને તે છતાં તે નમીરાજર્ષિએ દીક્ષા ગ્રહણ કરી, એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ જણવેલું છે.
ભગવાન્ ગષભદેવજીની દીક્ષાથી તેમની માતા મરૂદેવાજી પણ રૂદનને લીધે જ અંધ દશાને પ્રાપ્ત થયાં હતાં.
ભગવાન મહાવીર પ્રભુએ પણ દીક્ષા ગ્રહણ કરીને વિહાર કર્યો, તે વખતે તેઓશ્રીનું આખું કુટુંબ રેતું રે, પાછું વળ્યું હતું
આજ કારણથી શાસ્ત્રકારો સ્પષ્ટપણે જણાવે છે કે–માતા, પિતા, ભાઈ અને ભાર્યાના કરૂણાજનક વિલાપો છતાં પણ, ત્યાગી પુરૂષ તેઓ તરફ ધ્યાન આપે નહિ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com