________________
૧૭૦ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
તેથી સાચું હાય તે પણ અપ્રિય કે બીજાને પીડા કરનાર વચનને શાસ્ત્રકાર અસત્ય તરીકે જણાવે છે, તે
આ વાતને માન્ય કરનારા આજ્ઞારસિક સજ્જના ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલનારા અથવા તેા તેને નહિ માનનારા એવા માટા સમુદાયને માટે ‘ હાડકાંના માળા ’ અથવા ‘ હાડકાંના ઢગલા ’–એવું નિષ્ઠુર વચન કેમ વાપરી શકે ? અને તેવું નિષ્ઠુર વચન વાપરનાર પેાતાના ત્રીજા મહાવ્રતને ભંગ કરી સાધુપણાને નષ્ટ કરે છે, એમ કેમ ન માનવું ? શાસ્ત્રકારના કહેવા મુજબ એક માણસને માટે પણ અપ્રીતિકારી વચન કહેનારા સત્યવ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે જે મોટા સમુદાય પોતાને જગત્માં જૈનધમી તરિકે જાહેર કરત! હાય અને જગત્ પણ જેને જેન તરિકે સ્વીકારતું હાય, તેવા મેાટા સમુદાયને અપ્રીતિ ઉત્પન્ન કરે તેવા શબ્દો કહેવા, તે મૃષાવાદ કેમ ન ગણાય ? ”
*
ܕ
આ પ્રમાણે કહેનારાઓ, ખરેખર, સત્યના સ્વરૂપને યથાસ્થિત રીતે ઓળખી શકયા જ નથી. અને તેથી જ તેઓ પેાતાને સત્યના હિમાયતી તરિકે માની લઇ, નિડરપણે સત્ય કહેનાર વ્યક્તિઓને અસત્યના હિમાયતી ગણાવવા તૈયાર થઇ શકે છે. તેએએ વિચાર કરવા જોઈએ કે જે જીવા જિનેશ્વર ભગવાનના ધર્મને માનનારા નથી, તેઓને શાસ્ત્રકારાએ પેાતે જ મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે કે નહિ ? અને તે મિથ્યાદ્રષ્ટિ શબ્દ તેને હલકા પાડનારા છે કે નહિ ? શંકાકારે આ જગેા ઉપર વિચારવાને જરૂર છે કેસભ્યદ્રષ્ટિ આત્માઓ કરતાં મિથ્યાદ્રષ્ટિ અનંતગુણા છે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com