________________
૧૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ચલણ તરીકે ઉપયોગમાં આવી શકે નહિ. બીજો રૂપીઆની છાપ ત્રાંબાના કટકા ઉપર હોય તો પણ તે ત્રાંબાને કટકે રૂપીઆ તરીકે ચાલી શકે નહિ. ત્રીજે ત્રાંબાના કટકા ઉપર પૈસાની છાપ હોય તો તે રૂપીઓ ન જ ગણાય. અને ચોથે ભાગ જ એવો જ છે કે–જેમાં ચાંદી ચેકુખી અને છાપ પણ રૂપીઆની સાચી હોય; તેને જ દુનિયામાં રૂપીઆ તરીકે વ્યવહાર થઈ શકે અને ચલણમાં ચાલે.
આવી રીતે ચાર ભાંગાને ઉપનય ઘટાવતાં શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે-નમિ રાજર્ષિ વિગેરે જે પ્રત્યેક બુદ્ધ થયા, તેમાં જેઓને ગુરૂષ ન હોય તેવા મહાત્માઓને પહેલા ભાગમાં લેવા. બીજા ભાગમાં પાસસ્થા (એક જગ્યાએ રહેવાવાળા), કુશીલીઆ (ચારિત્રભ્રષ્ટ) વિગેરે શીથિલાચારીઓ લેવા, કારણ કે-તેમાં ચાંદી તરીકેના સાધુપણાના ગુણ નથી, પણ માત્ર છાપ તરીકે સાધુવેષ છે. ત્રીજા ભાંગામાં ચાંદી નહિ ને છાપ પણ નહિ, તેવા ગુણ વિનાના ને વેષ વિનાના, એટલે ગૃહસ્થો કે અન્ય તીથીઓ સમજી લેવા : કારણ કે તેમાં મહાવ્રતાદિ ગુણે નથી, તેમ સાધુપણનો વેષ પણ નથી. ચોધા ભાંગામાં ગચ્છમાં રહેલા સાધુઓ છે, કે જેમાં ચાંદી તરીકે સાધુપણાના મહાવ્રતાદિ ગુણો પણ છે અને છાપ તરીકે સાધુપણાને વેષ પણ છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે-ગુણોવાળા છતાં પણ જે વેષવાળા હોય, તેને જ વંદનાદિક વ્યવહાર કરી શકાય અને ગુણવાળે છતાં પણ જે સાધુપણાના વેષવગરને હાય, તેને વંદનાદિક વ્યવહાર થઈ શકે નહિ. જેમ કોર્ટની અપેક્ષાએ ધારાઓનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com