________________
૧૬૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કરવાની જરૂર છે. આ પ્રસંગે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે-જે વસ્તુ કિમતી હોય છે, તેની જ જગમાં ઘણું નકલો થાય છે. તમે જોઈ શકશે કે-જગત્માં સોના, હીરા અને મેતીની નકલો ઉભી કરાય છે, પણ ત્રાંબુ, લેતું કે ધૂળની નકલી ચીજો કેઈ ઉભી કરતા જ નથી. તેવી રીતે સત્ય અતીન્દ્રિય દ્રષ્ટા અને તેનાં વાક્યરૂપ આગમની જે કિંમત સુજ્ઞપુરૂષોએ આંકેલી છે, તેને દેખીને જ બીજાઓએ નવા નવા અતીન્દ્રિય દ્રષ્ટા અને તેનાં નવાં નવાં આગમોની કલ્પના શરૂ કરી. પણ તેટલા માત્રથી ધર્મિષ્ઠ પુરૂષોએ સત્ય અતીન્દ્રય દષ્ટા અને તેના વચનરૂપ આગમથી એક તસુ પણ દૂર થવું જોઈએ નહિ. શું ઈમીટેશનના પ્રચારને દેખીને બુદ્ધિમાન પુરૂષ સાચા હીરા તરફ ઉપેક્ષા કરે ખરે? સત્યના ગ્રાહકે એ વસ્તુની સત્યતા તરફ જ લક્ષ્ય રાખવાનું હોય છે.
શુદ્ધ ધર્મનું ગ્રહણ કર્મના ક્ષયોપશમથી માનેલું છે.
હવે ઘણા મનુષ્યોએ ગ્રહણ કરેલો પદાર્થ સાચે હોવો જોઈએ—એમ કઈ કહે, તે તે માની લેવાને માટે કઈ પણ અક્કલવાળો પુરૂષ તૈયાર થાય તેમ નથી. સામાન્ય રીતે જગતમાં પણ નિરક્ષર કરતાં વિદ્વાનું વધારે હોય અથવા પાષાણુના સમુદાય કરતાં હીરાને સમુદાય વધારે હોય, એમ કેઈપણ દિવસ સંભવતું નથી. તેવી રીતે ધમમાર્ગમાં સત્ય માર્ગને અનુસરવાવાળા ઘણા હોય અને અસત્ય માર્ગને અનુસરવાવાલા થડાહાય, એ બનવું અસંભવિત જ છે; અને તે રીતે સત્યની પરીક્ષા કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com