________________
દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૧૮૦ જે સાધુઓને દરરેજ સેંકડે વખત નમસ્કાર કરે છે, તે સાધુઓ ઉપર પોતાની સત્તા ચલાવવાનો વિચાર સમજદાર બનેલો જેન કેવી રીતે કરી શકે? અને જે વિચાર પણ ન કરી શકે, તો તેઓને શાસ્ત્રથી વિરૂદ્ધ વર્તન કરવા ફરજ પાડે, એ કેટલું શરમભર્યું છે? અથવા તો તેવી ફરજ પાડવાને દુરાગ્રહ સેવનારાઓએ ખુલે ખુલ્લું જાહેર કરવું જોઈએ કે-“અમને નવકાર મંત્રમાં હવે શ્રદ્ધા નથી— જિનેશ્વરદેવોનાં શાસ્ત્રો જુઠ્ઠાં છે –“જૈન ધર્મને અમે માનતા નથી’–‘આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ એ અમને વંદનીય નથી.” જેઓ સાધુઓ પાસે પોતાની આજ્ઞાને અમલ કરવાને નિયમ કરાવવા માંગે છે, તેઓ પોતાના અંત:કરણથી આવી જ માન્યતાવાળા હોવા જોઈએ અને તેથી તેમણે પોતાના અંત:કરણની માન્યતા ખુલ્લા દિલથી જાહેર કરવી જોઈએ. જે તેઓ તેમ જાહેર નથી કરતા, તો અન્ય ભદ્રિક આત્માઓને, પિતે નવકાર મંત્રને માનનાર છે એમ બતાવી ફસાવવાનો જ પ્રયત્ન કરી રહ્યા છે, એમ માની શકાય. જે તેમ ન હોત, તો તેઓ પિતાની મુરાદ બર લાવવા માટે વીસમી સદીના આવા દાંભિક વર્તનનો આશ્રય લેત નહિ. પરંતુ તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે–જેનાં અંતકરણે શ્રી જિનેશ્વરદેવનાં તત્ત્વોથી રંગાયેલાં છે, જિનેશ્વરાનાં વચનોની ખાતર જેઓએ સર્વસ્વનો ત્યાગ સ્વીકાર્યો છે, મસ્તકે શાસ્ત્રકારની આજ્ઞાને ધારણ કરીને સંસારને જલાંજલિ આપી છે, તેવા મહાપુરૂષે પોતાના જીવનના ભેગે પણ, સર્વજ્ઞનાં વચન સિવાય અન્યને આદર આપશે જ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com