________________
દીક્ષાનું સન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ પર પાણીની જોગવાઈ મનધારી તે નહિ જ મળે અને તેથી ભૂખ, તરસ, આદિ સહન કરવાં જ પડશે. હમેશાં સુવા માટે પોતાનાં મર્યાદિત સાધનથી જ ચલાવવું પડશે, સાધુપણામાં ગાદલામાં સુવાનું નથી. તેવી જ રીતે કપડાં કામલીઓથી શિયાળામાં નિભાવ કરવો પડશે, પણ રજાઈ કે ગોદડાં ઓઢાશે નહિ. ઉનાળામાં ચાહે તેવી ગરમી સખ્ત હશે, પણ સાધુથી પવન નંખાશે નહિ કે સ્નાન કરાશે નહિ. વળી
જ્યારે જ્યારે વાળ વધશે, ત્યારે દાઢીમુંછના કે માથાના વાળને લેચ જ કરાવવો પડશે, પણ સાધુપણામાં ચહેરા વિગેરે હજામતને શેખ થઈ શકશે જ નહિ. સાધુપણામાં માત્ર ચોમાસું હોય ત્યારે જ કેવળ પાટ ઉપર સુવાય છે, પણ પલંગ કે ઢોલીયા સાધુપણામાં ઉપગમાં લેવામાં આવતા નથી. જે માતાપિતા કે ભાઈબહેનથી પોતે એક બે દિવસ પણ છૂટ પડતું નથી અને છુટા પડે છે તે રૂવે છે, તે બાળક પણ તે માતાપિતા અને ભાઈબહેનને જીંદગીને માટે તે તરીકે મળવાનું નહિ થાય, એમ સમજીને સર્વથા છોડે છે. આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે-છોકરાઓને ભણવાની બાબતમાં ઘણો જ કંટાળો હોય છે અને તે એટલે સુધી કે–માબાપ નિશાળે મોકલે તો પણ ત્યાંથી છટકી જઈને ઘણા છોકરાઓ આડા-અવળા રખડતા ફરે છે, અને જ્યારે નિશાળમાં રજા આપવામાં આવે છે, ત્યારે તે તે છોકરાઓને રજાના દિવસે દિવાળી જેવા લાગે છે. તેવી અવસ્થામાં સાધુપણું લઈશું તો જ્ઞાનના અભ્યાસમાં જ રહેવું પડશે, ઉપાશ્રય સિવાય કઈ પણ સ્થાને રખડવા જવાશે નહિ, એ વાત કયા બાળકને ધ્યાનમાં નથી હોતી? વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com