________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૨૭
આ ઉપરથી વાંચકગણ સહજથી સમજી શકશે કેસ્ત્રીઓએ પોતે પોતાનું જીવન પહેલેથી જ સ્વતંત્ર રાખવું જોઈએ, જેથી તેના નિર્વાહની ચિંતા દીક્ષા લેનારને કરવાની રહે જ નહિ. કદાચ પહેલેથી એમ ન બન્યું હોય, તે પણ ભરથાર દીક્ષા લે ત્યારથી તો પોતાનું તેમજ પોતાના પુત્રાદિકનું પાલન રસ્ત્રીઓએ સ્વતંત્ર રીતે કરવું જોઈએ. આ વાત વિચારનારને કબુલ જ કરવું પડશે કે-“સ્ત્રીના નિર્વાહનું સાધન કર્યા સિવાય પતિથી દીક્ષા લઈ શકાય જ નહિ”—એમ બોલવું એ નીતિ અને શાસ્ત્રથી અનુકૂળ નથી. દીક્ષિતની સ્ત્રી ઉપર દયા હેય, તે તેને માટે ગ્ય ઉપાયો
કેમ લેવાતા નથી? ઉપર જણાવી ગયા તે પ્રમાણે-“સ્ત્રીના નિર્વાહનું સાધન કર્યા સિવાય દીક્ષા લઈ શકાય જ નહિ –એમ કહેવું તે ૨૫ વરસની ઉંમર થયા છતાં પણ થતી દીક્ષા અટકાવવા માટે જ છે. એમ બેલનારાને જે તે સ્ત્રીઓ ઉપર ખરેખર દયા હોય, તો તેમની ફરજ છે કે-દીક્ષા લેનારની સ્ત્રીઓને માટે કોઈ સ્વતંત્ર ફંડ બોલવું જોઈએ. અગર દુનિયાદારીની અપેક્ષાએ લગ્ન કરાવતી વખતે જ તેવી રકમ જૂદી મૂકવાને માટે પરણનારને માથે ફરજ નાખવી જોઈએ. જે તેઓ ખરેખર, તે સ્ત્રીઓની વહારે ધાઈને તેણએના દુખથી દયાર્દુ અંત:કરણવાળા થયા હોય, તો તેઓએ સ્ત્રીના નિર્વાહને લાયકની રકમ વિનાનાં જે લગ્નો થાય, તે લગ્નોને અટકાવવા માટે પીકેટીંગ કરવું જોઈએ. આવી રીતે પીકેટીંગ કરીને તેવી રકમ લીધા વિનાનાં લગ્નો અટકાવવામાં આવે અને તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com