Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 252
________________ ૧૭૪ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત મિથ્યાદ્રષ્ટિને મિથ્યાદ્રષ્ટિ, અલભ્યને અભવ્ય, અવિરતિને અવરતિ વિગેરે શબ્દાથી જણાવી શકાય જ નહિ. આ સ્થાને એ યાદ રાખવું જોઈ એ કે કુદેવાના લક્ષણાનું નિરૂપણ કરીને શાસ્ત્રકારો બેસી રહ્યા નથી, પણ તેવા લક્ષણવાળાઓને કુદેવ તરિકે જણાવી, તેમના મંદિરમાં જવા વિગેરેની ક્રિયાઆને પણ સ્પષ્ટ શબ્દોમાં મિથ્યાત્વની વૃદ્ધિ કરાવનાર તરિકે જણાવેલી છે. તેવી જ રીતે કુગુરૂનાં અને ધર્મનાં લક્ષણા અને તે લક્ષણેાવાળાએના માટે પણ તેવા જ સ્પષ્ટ શબ્દોમાં અનાદરણીયપણું જણાવેલું છે. આ બધી હકીકત ધ્યાનમાં લેનાર વિચક્ષણ પુરૂષને જરૂર સમજાશે કે-વસ્તુ સ્વરૂપના કથનને માટે જે શબ્દો તેને લાયકના હાય અને તે શબ્દો વાપરતાં ખીજા મનુષ્યાને અપ્રીતિ પણ થતી હાય, તે તેમાં પ્રરૂપણા કરનારને તેવા અપ્રિય શબ્દો ખેલવા છતાં, લેશમાત્ર પણ કર્મબંધ હોઇ શકે જ નહિ; અને જો તેમ ન માનીએ, તેા તત્ત્વાતત્ત્વની વ્યવસ્થા અને તેને માટેની પ્રરૂપણા અશક્ય જ થઈ પડે. એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ચારને ચોર ન કહવા, રોગીને રોગી ન કહેવા તેમજ નપુંષકને નપુંષક ન કહેવા,-એ વિગેરે શાસ્ત્રકારોએ કરેલે નિષેધ, સત્ય સ્વરૂપના નિરૂપણને જરાએ બાધ કરનાર નથી; અને તેથી જ ચોરી કરીને આવેલા મનુષ્ય જો પેાતાને માટે પૂછે કે હું ચોર છું કે શાહુકાર ? ’–તા તેના ઉત્તરમાં તેની ચોરીને જાણનારા મનુષ્ય ‘તું શાહુકાર નથી પણ ચોર છે ’–એમ સ્પષ્ટપણે જણાવે જ. અથવા તે કાઇ મનુષ્ય અણસમજથી કાંઇ અકાર્ય કર્યું અને તેને માટે સાધુ મહારાજ તેના ચોરપણાના કાર્યને જાણ્યા પછી, તેને કક્રિષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270