________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [ ૧૮૫ નામનિશાન રહી શકશે નહિ, અને જો તેમ થશે. તે પિોલીસ અમલદાર અને લશ્કરી ભોસ, લુહાર અને સુથારે વિગેરેની આજીવિકા તૂટી જશે, કારણ કે-જગતમાં અનીતિને પ્રચાર હશે ત્યાં સુધી જ તેઓની જરૂરીયાત રહેશે. અને આવું માનીને જે શિક્ષણને વિરોધ કર્યો હોત, તો તે યોગ્ય ગણાત કે અયોગ્ય? તેવી જ રીતે સાધુઓના ઉપદેશ માત્રથી કઈ સંસારમાં રહેવા જ નહિ પામે, એ માન્યતાવાળા કેવળ કલ્પનાના જ ઘોડા દોડાવે છે કે બીજું કાંઈ? આ સ્થળે એ પણ યાદ રાખવું કે-ધર્મ એ સમાજને માટે છે, પણ ધર્મ માટે સમાજ નથી. સમાજને પિતાનું કલ્યાણ કરવા માટે ધર્મની જરૂર છે, પણ ધર્મના ભોગે પણ સમાજ રહેવો જોઈએ, એમ નથી. દુનિયામાં જન્મ અને મરણ વિગેરે ક્રિયાઓ પૂર્વભવોમાં કરેલાં કર્મના ઉદયથી છે; પણ ધર્મની પ્રાપ્તિ કે ત્યાગમાર્ગને આદર તે કર્મના ઉદયથી નથી, કિંતુ જીના ઉદ્યમથી જ થાય છે. આ વાતને સમજનાર સમાજ રક્ષણના કલ્પિત ન્હાના નીચે ત્યાગમાર્ગ કે તેના ઉપદેશને વિરોધ કરે, તેને બુદ્ધિમાન કેમ સંમત થઈ શકશે? બીજી વાત આરાધ્ય ક્ષેત્રના વિચછેદની છે. જેના સિદ્ધાંતમાં જિનપ્રતિમા, જિનચૈત્ય, શાસ્ત્ર, સાધુ અને સાવી, એ પાંચ આરાધ્ય ક્ષેત્ર માનેલાં છે. તે ક્ષેત્રના અવલંબનથી તેમજ તેની આરાધના દ્વારા શ્રાવક અને શ્રાવિકા, એ બે ક્ષેત્રવાળાઓ પોતાના આત્માની ઉન્નતિ સાધી શકે છે. આથી આરાધ્યની જરૂર આરાધકને માટે જ છે, એ વાત સમજાવવાની આવશ્યક્તા રહેતી નથી. આરાધ્યને માટે આરાધકની જરૂર છે, એ કથન યુક્તિથી પણ અસંગત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com