________________
ચૌદ ગુણસ્થાનક માણ-3
છે. ક્યાંય પણ અસત્ય ન બોલવું તે બીજું અણુવ્રત છે. વિશેષે કરીને ભૂમિ-કન્યા, ગોધન (પશુ) થાપણ તથા ખોટી સાક્ષી એ પાંચ બાબતમાં તો અસત્ય ન જ બોલવું, જેનાથી પ્રાણિઓને અહિત થાય તેવું સત્ય પણ ન બોલવું.
અસત્ય છતાં ધર્મને હિતકર થાય તેવું વચન બોલવાથી પુણ્યનો સંચય થતો હોવાથી સત્ય પણ તેની બરોબરી કરી શકતું નથી.
૪૧
(૩) અસ્તેય વ્રત - હે સંસાર માર્ગના મુસાફર ભવ્ય જનો ! સત્ય વચન રૂપ વૃક્ષની છાયાની જેમ ક્લેશનો નાશ કરવાને અસ્તેય (અચૌર્ય) વ્રતને આરાધો. અનામત મૂકેલ, ખોવાઇ ગયેલ, વીસરી ગયેલ, પડી ગયેલ તેમજ સ્થિર રહેલ પરધન ન લેવું તે ત્રીજું અણુવ્રત છે. અસ્તેય રૂપ ક્ષીર સાગરમાં સ્નાન કરનારા સજ્જનોને સંસાર રૂપ દાવાનળ કદી તાપ ન ઉપજાવે.
(૪) બ્રહ્મવ્રત - હવે મુક્તિ માર્ગે ગમન કરતા સજ્જનોને અસ્તેય રૂપ દીપકના પ્રકાશ સમાન બ્રહ્મચર્યવ્રત છે. સ્વદારામાં સંતોષ કે પરદારાનો ત્યાગ તે ગૃહસ્થોનું ચોથું અણુવ્રત છે. અહો! મુક્તિની સન્મુખ કરનાર બ્રહ્મવ્રત વિપદાઓનો વિનાશ કરનાર ગણાય છે. જેઓ પરસ્ત્રીનો ત્યાગ કરવામાં સમર્થ છે તેમનામાં મોહાદિ દોષો સ્થાન પામતા નથી.
(૫) પરિગ્રહ પરિમાણ વ્રત હે ધીર જનો ! એ ચાર વ્રતોના રૂપને જોવાને એક દર્પણ સમાન અને અત્યંત નિર્મળ એવા પંચમ વ્રતને ધારણ કરો. અસંતોષાદિ દોષો રૂપ સર્પ સરખા મોહનું ઝેર ઉતારવામાં અમૃત સમાન પરિગ્રહનું જે પરિમાણ તે પાંચમું અણુવ્રત છે. ક્રૂર સંસાર રૂપ વધૂથી ડરેલા સુજ્ઞ જનને એ વ્રત મુક્તિ વધૂનો મેળાપ કરાવવાના સંકેત સ્થાન સરખું એવું પરિગ્રહ પ્રમાણ વ્રતરૂપ અદ્ભુત કલ્પવૃક્ષ છે.