________________
ચૌદ ગુણસ્થાનક ભા]-3
તથા બાદરમનોયોગના પુદ્ગલોને સૂક્ષ્મ કરે છે, તે પછી બાદરકાયયોગને સૂક્ષ્મ કરે છે, ત્યાર બાદ સૂક્ષ્મકાયયોગમાં ક્ષણમાત્ર રહીને તત્કાળ સૂક્ષ્મ વચનયોગ તથા મનોયોગના પુદ્ગલોનો અપચય કરે છે,તે પછી ક્ષણ માત્ર સૂક્ષ્મકાયયોગમાં રહી તે કેવળી મહાત્મા પ્રગટ નિજ આત્માનુભવની સૂક્ષ્મ ક્રિયાનો એટલે પોતેજ પોતાના ચિદ્રૂપ સ્વરુપનો અનુભવ કરે છે.
વત્સ, અહિં જે સૂક્ષ્મ ક્રિયાવાળા શરીરની સ્થિતિ તેજ કેવળીનું ધ્યાન છે. તે જાણવા જેવું છે. જે પ્રકારે છદ્મસ્થયોગીઓના મનની સ્થિરતાને જેમ ધ્યાન કહેવામાં આવે છે, તે પ્રકારે કેવળજ્ઞાનીઓના શરીરની નિશ્ચલતાને ધ્યાન કહેવામાં આવે છે. તેઓ પર્વતની જેમ સ્થિર રહી ધ્યાન કરવાને સમર્થ બને છે. તેમની તે ક્રિયા શૈલેશીકરણના નામથી ઓળખાય છે. તે શૈલેશીકરણને આરંભ કરનારા સૂક્ષ્મ કાય યોગવાળા મહાત્મા પાંચ હસ્તાક્ષર ઉચ્ચારતાં જેટલો કાલ લાગે, તેટલું આયુષ્ય જ્યારે બાકી રહે ત્યારે શરીરને શૈલવત્ નિશ્ચલ કરવા માટે તેને અપરિપાતરૂપ ચોથું શુક્લ ધ્યાન કે જે શૈલેશીકરણ રૂપ કહેવાય છે, તે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે કેવળી શૈલેશીકરણારંભી સૂક્ષ્મકાયયોગમાં રહેતાં તત્કાળ ઉપરના સોપાન પર જવાની ઇચ્છા કરે છે.
૩૭૧
ભદ્ર, જો, આ તેરમા સોપાનની પાસે ત્રીશ વેંતાળીશ અને પંચાશી કિરણોની શલાકાઓ માલમ પડે છે. તે એવું સૂચવે છે કે, અહિં આરૂઢ થયેલો જીવ અંતસમયમાં ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, વિહાયોગતિદ્ધિક, પ્રત્યેકત્રિક, છ સંસ્થાન, અગુરૂલઘુ ચતુષ્ક, ચારવર્ણાદિ, નિર્માણ, તૈજસ, કાર્મણ, પ્રથમસંહનન, બે સ્વર અને એક વેદનીય આ ત્રીશ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ કરે છે. અહિં અંગોપાંગનો ઉદય વ્યવચ્છેદ થવાથી