________________
3૬૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
------ યોદ ગુણસ્થાનક ભાગ-૩
જેવી છે. આ ઉપરથી એવું સુચન થાય છે કે, ક્ષપકમુનિને અગીયારમું ગુણસ્થાન પ્રાપ્ત થતું નથી પરંતુ દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનથી લોભના સૂક્ષ્મ અંશોના સૂક્ષ્મ ખંડ કરતાં કરતાં તે ક્ષપક આ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં આવે છે. આ વખતે તે જીવ અહિં ક્ષપકશ્રેણી સમાપ્ત કરે છે. તે સમાપ્ત કરવાનો અનુક્રમ આ પ્રમાણે છે. પ્રથમ તે અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય કરે છે. પછી મિથ્યાત્વમોહનીય, પછી મિશ્રમોહનીય, અને પછી સમ્યક્ત્વ મોહનીયનો ક્ષય કરે છે. તે પછી અપ્રત્યાખ્યાન ચાર કષાય, પછી પ્રત્યાખ્યાન ચાર કષાયનો, પછી નપુંસક વેદનો, અને પછી હાસ્ય ષટકનો ક્ષય કરે છે. તે પછી પુરૂષ વેદનો, પછી સંજ્વલન ક્રોધનો, પછી સંજ્વલન માનનો, સંજ્વલન માયાનો, અને છેવટે સંજ્વલન લોભનો ક્ષય કરે છે. આ અનુક્રમે શુદ્વ થયેલો જીવ આ બારમાં સોપાન ઉપર રહે છે.
મુમુક્ષુએ પ્રશ્ન કર્યો - “ભગવન્, આપના કહેવા ઉપરથી આ ક્ષીણ મોહ ગુણસ્થાનનો પ્રભાવ મહાન્ દેખાય છે, તો અહિં કોઇ જાતનું ધ્યાન થતું હશે કે નહીં”
આનંદર્ષિ બોલ્યા- “ભદ્ર, આ બારમા ક્ષીણ મોહ ઉપર આવેલા જીવને શુક્લ ધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. ક્ષીણ મોહી ક્ષેપકમુનિ આ બારમા ગુણસ્થાનમાં શુદ્ધ પરિણતિવાલો થાય છે, એટલે પ્રથમ કહેલા શુક્લ ધ્યાનની રીતિ પ્રમાણે શુક્લ ક્યાનના બીજા પાયાનો (વીતરાગ થઇ જવાથી) આશ્રય કરે છે. અને તે બીજા શુક્લ ધ્યાનને એક યોગથી ધ્યાય છે. કારણ કે, તે ક્ષેપકમુનિ વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરનારા, યથાખ્યાત ચારિત્રવાલા, અને શુદ્ધતરભાવયુક્ત મહાયતિ બને છે. તે શુક્લ ધ્યાનનો બીજો પાયો અપૃથકત્ત્વ, અવિચાર અને સવિતર્ક ગુણ સંયુક્ત એવા નામથી કહેવાય છે. જેનું ધ્યાન કરતા ક્ષીણમોહી મહાત્મા આત્મિક આનંદને