________________
ચૌદ |Eસ્થાનકે ભાગ-૩
૨૮૧
-
અભ્યાખ્યાનાદિ “અચોરને ચોર કહેવો' ઇત્યાદિ ઉપઘાતનિઃસૂત અસત્ય છે.
અસત્ય પણ પ્રશસ્ત પરિણામથી બોલાય તો સત્ય છે, જેમકે પ્રવચનદ્રષ્ટિ રાજાદિકને લબ્ધિધર સાધુ ક્રોધથી કહે કે “તું રાજા નથી' અથવા કામાતુર સ્ત્રીની પ્રપંચ જાળમાંથી બચવા માટે શીલધુરંધર પુરુષ માયાથી કહે કે “હું પુરુષ નથી” તે અસત્ય. નથી. અહીં નૃપપદની પ્રશસ્ત નૃપમાં કે પુરુષપદની અપ્રશસ્ત પુરુષમાં લક્ષણા થઇ શકે નહિ, અન્યથા બધે જ લક્ષણા કરવાથી કોઇ પણ વચન અસત્ય રહે જ નહિ.
અસત્ય બોલવાનાં મુખ્ય કારણ ત્રણ છે - (૧) રાગ - માયાદિ કષાય અને હાસ્યાદિ નોકષાય. (૨) દ્વેષ - ક્રોધાદિ કષાય અને ભયાદિ નોકષાય. (૩) મોહ - ત્રણ પ્રકારનો છે :૧. ભ્રમ - અતદ્રમાં તદનો અધ્યવસાય. ૨. પ્રમાદ - ચિત્તાનવધાનતા (અનુપયોગ). ૩. કરણાપાટવ - ઇન્દ્રિય-અસામર્થ્ય.
અસત્ય બોલવાનાં દશ કારણોનો “સંગ્રહ નયન' ના અભિપ્રાયથી ત્રણમાં સમાવેશ થઇ શકે છે. તો પણ વ્યવહારસિદ્ધિ માટે દશ વિભાગનો પ્રયોગ પણ તે તે જીવોને માટે ઉપકારક છે. અસત્યના ચાર પ્રકાર બીજી રીતે પણ થાય છે.
(૧) સદ્દભાવપ્રતિષેધ - જીવ નથી, પુણ્ય નથી, પાપ નથી, ઇત્યાદિ.
(૨) અભૂતોભાવન - જીવ છે પણ અણુ છે અથવા વ્યાપક છે, અથવા શ્યામાક તંદુલ માત્ર છે, ઇત્યાદિ.
(૩) અત્તર – ગાયને ઘોડો, ઘોડાને ગાય, ઇત્યાદિ. (૪) ગહ - નિન્દવાના અભિપ્રાયથી નીચત્વવ્યંજક કાણો,