Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 381
________________ ૩૭૪ ચૌદ ગુણસ્થાન ભાગ-૩ આકાશપ્રદેશો આવે તેને સ્પર્શ કર્યા વિના ચાલ્યો જાય છે. જો સ્પર્શ કરતો જાય તો તે એજ એક સમયે પહોંચે નહિ આ વાત ઉવવાય સૂત્ર નિવૃત્તિમાં છે. મહાભાષ્યની વૃત્તિમાં જીવ અવગાઢ કરેલા પ્રદેશો સિવાયના બીજા પ્રદેશોને સ્પર્યા વિના જાય છે. આવા શબ્દો લખેલા છે. પંચસંગ્રહની વૃત્તિમાં કહેવું છે કે જેટલા પ્રદેશોને અવગાહીને રહેલો છે તેટલા જ પ્રદેશોને ઉર્ધ્વ જતો અવગાહતો જાય છે. લોકપ્રકાશમાં, જીવ જે સમયે કર્મથી મૂકાય છે એજ સમયે લોકાંતે પહોંચે છે તેમ કહેલ છે. તત્ત્વ કેવળી ગમ્ય. ગુણસ્થાનક ક્રમારોહમાં તો ૧૪મા ગુણસ્થાનકે પણ સુક્ષ્મ કાયયોગ માન્યો છે. ૧૪મે શુક્લધ્યાનનો ૪થો પાયો ધ્યાતો છતો કાળથી ૫ હસ્તાક્ષર પ્રમાણના ઉચ્ચાર જેટલા કાળ પ્રમાણવાળા શેલેશીકરણમાં જાય અને અનુક્રમે મોક્ષ પામે છે. શેલેશ એટલે મેરૂ જેવી નિશ્ચલા અવસ્થા તે શેલેશીકરણ-શીલ એટલે સંવર ભાવ એથી થતું ચારિત્ર તે શૈલ. તેનો ઇશ તે શેલેશ. એટલે કે સર્વ સંવરભાવ અબાધકદશાનું ચશાખ્યાત ચારિત્ર તે શેલેશ કહેવાય છે. અથવા અપ્રાપ્તનું પ્રાપ્ત કરવું તે શેલેશ કહેવાય છે. ચતુર્કશ સોપાન (અયોગિ કેવલી ગુણસ્થાન) શુદ્ધ, પરમાત્માના ચિદાનંદ રૂપનું સદા ધ્યાન કરનારા, જ્ઞાનજ્યોતિના પ્રકાશથી પ્રકાશિત થયેલા, નિર્મલ, નિરાબાધ અને અખંડ-અવિનાશી પરમાત્મરૂપને ચિંતવનારા અને પંચપરમેષ્ટીના પ્રભાવને જાણનારા શ્રીમાન આનંદસૂરિ અપાર આનંદને ધારણ

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412