________________
૩૨૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ અભવ્ય જીવો કરતાં હોય છે. એનાથી ઓછો ઓછો અંતઃ કોટાકોટી સાગરોપમનો સ્થિતિ બંધ પહેલા ગુણસ્થાનકમાં અનિવૃત્તિકરણના છેલ્લા સમયે થાય છે એમ ક્રમસર ઓછો ઓછો કરતાં કરતાં સૌથી ઓછો અંતઃકોટાકોટી સાગરોપમનો સ્થિતિ બંધ આઠમા ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. ત્યાર પછી અપૂર્વ સ્થિતિઘાત. આદિ પેદા થતાં નવમાં ગુણસ્થાનકથી જીવોને કર્મનો સ્થિતિ બંધ આઠ વર્ષ ઇત્યાદિ રૂપે થાય છે.
અપૂર્વાસ્થિતિ ઘાતાMિ વર્ણન
અપૂર્વ સ્થિતિઘાત - સત્તામાં રહેલી સ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના. સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ ખંડનો અંતર્મુહૂર્તમાં ઘાત કરે છે એટલે જેનો ઘાત થવાનો નથી તે નીચેની સ્થિતિના દલિકોને વિષે આ દલિકો ભેગા નાંખે છે એટલે કે તેના ભેગા ભોગવાઇ જાય તેવા કરે છે. ફ્રીથી પાછો પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ખંડને ઉપાડે છે. અને અંતર્મુહૂર્તમાં ઘાત કરે છે આ પ્રમાણે આ અપૂર્વકરણના કાળમાં હજારોવાર ઘાત કરે છે. આ કારણે અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિ હતી તેના કરતાં સંખ્યાતમાં ભાગની સ્થિતિ ચરમ સમયે કરે છે.
અપૂર્વ રસઘાત - અશુભ પ્રવૃતિઓનો જે રસ સત્તામાં હોય છે તેનો અનંતમો ભાગ રાખી બાકીના સર્વ રસનો, પહેલા સમયે અમુક પ્રમાણ રસને, બીજા સમયે અમુક પ્રમાણ રસને એમ સમયે સમયે કરીને અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. ફ્રી પાછો રહેલ અનંતમાં ભાગમાંથી તેનો અનંતમો ભાગ રાખીને બાકીના બધાનો અંતર્મુહૂર્તમાં નાશ કરે છે ફ્રી પાછો તેજ પ્રમાણે ક્રિયા કરે છે.