________________
૩૦૦
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
અમૂક સૂત્ર બોલ્યા ન બોલ્યાની, ચિંતવ્યા ન ચિંતવ્યાની ભ્રમણા દા.ત. વન્દન, મુહપતિ-પડિલેહણ કર્યાને ન કર્યું-માની બેસે. નમોત્થણં સૂત્ર બોલ્યાને ન બોલ્યું માની બેસે અથવા કર્યા-બોલ્યાને કે કાઉસ્સગ્નમાં ચિંતવ્યા ને નથી કર્યું ઓછું બોલ્યા અગર નથી બોલ્યા કે નથી ચિંતવ્યું એમ માની બેસે. આવા ભ્રાન્તિ દોષથી. ચિત્તમાં ક્રિક્યાના સંસ્કાર નથી પડતા. શુદ્ધ ક્રિયા તો આટલું કર્યું, બોલ્યા, કે ચિંતવ્યું આટલું નથી કર્યું નથી બોલ્યા કે નથી ચિંતવ્યું, એના સંસ્કારવાળી, ખ્યાલવાળી જોઇએ. એ ભ્રાન્તિથી અગર ઉપેક્ષાથી એ ન હોય તો શુભ અધ્યવસાય વિસ્તરતા નથી અને એથી ક્રિયા સમ્યકકરણ નથી બનતી.
(૬) અન્યમુદ્ :- એટલે જે ક્રિયા ચાલી રહી છે, તેના બદલે અન્ય ક્રિયાદિમાં આનંદ, વધારે રાગ, આતુરતા વગેરે. આ પણ ચિત્તનો દોષ છે, અને તેથી ક્રિયાનો દોષ છે. એથી ફ્લતઃ પ્રસ્તુત ક્રિયામાં આદરની ખામી પડે છે અનાદર સિદ્ધ થાય છે. ક્રિયા પ્રત્યે લેશ પણ અનાદર એ તો દુ:ખદ સંસારનું કારણ બને છે. અનાદરને તો અંગારવૃષ્ટિ સમાન કહ્યો છે. એથી ક્રિયામાં અતિ જરૂરી પ્રમોદભાવ હર્ષોલ્લાસ બળી જાય છે, અને તેનું મોટું નુક્શાન છે. દા.ત. કોઇને સ્વાધ્યાય ઉપર બહુ રાગ છે. તેથી ચેત્યવદનાદિનો સમય થયો હોવા છતાં એ કરવામાં અવગણના કરે, ઢીલ કરે, અથવા કરવા બેસે તો ચિત્તમાં ચૈત્યવદનાદિનો હર્ષ-આદર ન રાખતાં સ્વાધ્યાયનો હર્ષ, સ્વાધ્યાયની મજા, આતુરતા રાખે, તો અહીં અન્યમુદ્ દોષ લાગે. આ ખોટું છે. એથી ફળનો ઘાત થાય છે. શાસ્ત્ર કહેલા વિવિધ અનુષ્ઠાનોમાં એવું નથી કે એકના ઉપર આદર રાખવો અને બીજા પર ન રાખવો. એકમાં આસક્ત થવું ને બીજામાં ન થવું. બીજું અનુષ્ઠાન ભલે સુંદર હોય પરંતુ એકના-રાગ આદરના ભોગે બીજાના ઊપર