________________
૩૨૬
ચૌદ વણસ્થાનક ભાગ-3 સૂચનાઓ સમજાવો.”
આનંદ મુનિ બોલ્યા- “ભદ્ર, આ સાતમાં સોપાનની કોર ઉપર જે સાત ચાંદલાઓ ચળકે છે, તે એવું સૂચવે છે કે, આસ્થાનપર આરૂઢ થયેલો જીવ (૧) શોક, (૨) રતિ, (૩) અરતિ, (૪) અસ્થિર, (૫) અશુભ, (૬) અયશ, (૭) અશાતા વેદનીય. આ સાત પ્રકૃતિનો બંધ-વ્યવચ્છેદ કરે છે, તેની ઉપર જે અઠાવના અને ઓગણસાઠ કિરણો દેખાય છે, તે ઉપરથી એવી સૂચના થાય છે કે, આહારક, આહારક ઉપાંગ અને જો દેવાયુ ન બાંધે તો તે જીવ અઠાવન પ્રકૃતિનો બંધ કરે છે અને દેવતાનું આયુષ્ય બાંધે તો ઓગણસાઠ પ્રકૃતિનો બંધ કરે છે. અને ત્યાનદ્વિત્રિક અને આહારકદ્વિકનો ઉદયવ્યવચ્છેદ કરે તો છોંતેર પ્રકૃતિનું ફળ વેદે છે, જે આ કિરણોની સંખ્યા તે વાતને સૂચવે છે. આ તે કિરણોની એકંદર એકસો આડત્રીશની સંખ્યા છે, તે તેટલી પ્રકૃતિની સત્તાની વાત દર્શાવે છે. ભદ્ર, આ પ્રમાણે આ સોપાનના દેખાવોની સૂચના મનન કરવા જેવી છે અને તેથી પવિત્ર અને ભવ્ય આત્મા પોતાની આત્મિકઉન્નતિમાં આગળ વધે છે.”
આનંદસૂરિના આ વચનો સાંભળી મુમુક્ષુ આનંદ સાગરમાં મગ્ન થઇ ગયો. તેના મુખ મંડલ ઉપર આનંદના કિરણો પ્રસરી ગયા. તે સમિત વદને બોલ્યો- “ભગવદ્, આ સોપાનનો વૃત્તાંત જાણી મારા આંતર બોધમાં વધારો થયો છે. અપ્રમત્ત ગુણસ્થાનનું શુદ્ધ સ્વરૂપ મારા મસ્તિષ્કમાં ફ્રી રહ્યું છે અને તેને માટે ઉપરા ઉપર ભવ્ય ભાવનાઓ પ્રગટ થયા કરે છે.”
આઠમું આપૂર્વશરણ ગુણસ્થાનક
આ ગુણસ્થાનકમાં રહેલા જીવો સમયે સમયે અનંત ગુણ અનંત ગુણ વિશુદ્ધિને ક્રમસર પ્રાપ્ત કરતાં જાય છે. પહેલા