________________
39૬
ચૌદ વરસ્થાન ભાગ-3
કરીને આ ચૌદમા અયોગી ગુણસ્થાન વર્તી એવા પરમેષ્ટી ભગવંતને તે વિષે કાંઇ પણ વિરોધ આવતો નથી. કારણ કે, પરમેષ્ટી ભગવંત નિજ શુદ્ધાત્મા ચિદ્રુપ તન્મયપણે ઉત્પન્ન થયેલ, નિર્ભર અને પરમાનંદરૂપ છે. વત્સ, આ સર્વોત્તમ ધ્યાનમાં નિશ્ચયનયથી આત્માજ ધ્યાતા છે, આત્માન કરણરૂપ છે, આત્મા જ કર્મ રૂપતાપન્ન એવા નિજ સ્વરૂપને ધ્યાય છે, તેનાથી બીજું ઉપચારરૂપ, અષ્ટાંગયોગ પ્રવૃત્તિ લક્ષણ ધ્યાન તે સર્વ વ્યવહારનયથી જાણવું.
વત્સ, આ સોપાન ઉપર આવેલા મહાનુભાવના ઉપાંત્યા સમયમાં શું બને છે ? તે જાણવા જેવું છે. કેવલ ચિતૂપ, આત્મસ્વરૂપને ધારણ કરનાર યોગી અયોગી ગુણસ્થાનવર્તી સ્ટ પ્રગટ ઉપાંત્ય સમયમાં એકી સાથે (શીઘ્રયુગપત્ સમ કાળે) કર્મપ્રકૃતિનો ક્ષય કરે છે.”
| મુમુક્ષ વચ્ચે પ્રશ્ન કર્યો - “ભગવન, ઉપાંત્ય સમય એ શું છે અને કર્મની બહોંતેર પ્રકૃતિ કઇ છે ? તે સમજાવો.”
મહાનુભાવ આનંદસૂરિએ ઉત્તર આપ્યો - "ભદ્ર, બે ચરમ (છેલ્લા) સમયને ઉપાંત્ય સમય કહે છે. પાંચ શરીર, પાંચ બંધન, પાંચ સંઘાત, ત્રણ અંગોપાંગ, છ સંસ્થાન, પાંચ વર્ણ, પાંચ રસ, છ સંહનન, છ અસ્થિર, આઠ સ્પર્શ, બે ગંધ, નીચ ગોત્ર, ચાર અગુરુલઘુ, દેવગતિ, દેવાનુપૂર્વી, બે વિહાયોગતિ, ત્રણ પ્રત્યેક, સુસ્વર, અપયક્તિનામ, નિર્માણનામ અને બેમાંથી એક વેદનીય એ બોંતેર કર્મપ્રકૃતિઓ કહેવાય છે. તે બોંતેર કર્મપ્રકૃતિ મુક્તિ નગરીના દ્વારની અર્ગલા રૂપ છે, તે કર્મ પ્રકૃતિને આ સોપાન ઉપર આવેલો આત્મા ઉપાત્ય સમયમાં ક્ષય કરે છે.” | મુમુક્ષુ બોલ્યો- “ભગવદ્, હવે એ વાત મારા સમજવામાં આવી છે, આ સોપાનને માટે જે વિશેષ જાણવાનું હોય તે કરૂણા કરી સમજાવો.”