Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 355
________________ ૩૪૮ ચૌદ ગુણસ્થાનક ભાવ૫-૩ જેમ પાણીમાં મલ નીચે બેસી જવાથી પાણી નિર્મળ થાય છે, પણ પુનઃ કોઇ નિમિત્તે કારણથી પાછું મલિન બની જાય છે, તેવી રીતે આ ગુણસ્થાનપર વર્તનારા જીવને બને છે. શ્રુત કેવળી, આહારક શરીરી, જુમતિ-મન:પર્યવજ્ઞાની અને ઉપશાંત મોહીઆ સર્વે પ્રમાદને વશ થઇ અનંત ભવ કરે છે ચાર ગતિમાં વાસ કરે છે. એવી વાત એક મહાત્માએ જણાવેલી છે. મુમુક્ષુએ હૃદયમાં દીર્ધ વિચાર કરી પ્રશ્ન કર્યો. “મહાત્મન, આ ઉપશાંત મોહ ગુણસ્થાનમાં આત્માને લગતા કયા કયા ગુણો હોય અને અહિં વર્તનારા ઉપશમક જીવો ગુણસ્થાનોમાં કેવી રીતે ચડે છે ? અને કેવી રીતે પડે છે ? તે કૃપા કરી સમજાવો.” મુમુક્ષુના મુખથી આ ઉભય પ્રશ્નો સાંભળી આનંદર્ષિ હૃદયમાં આનંદિત થઇ ગયાં. એટલે મુમુક્ષની બુદ્ધિમાં બોધના બળથી પ્રશ્ન કરવાની આવી શક્તિ જોઇ, તેઓ અત્યંત ખુશી થઇ ગયા. તે સસ્મિત વદને બોલ્યા :- “ભદ્ર, આ અગીયારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનમાં ઉપશમ સમ્યક્ત્વ, ઉપશમચારિત્ર અને ઉપશમ જનિતભાવ હોય છે, માત્ર ક્ષાયિક તેમજ ક્ષાયોપથમિક ભાવ હોતો નથી. એટલે અહીં ચડનારો આત્મા ઉપશમ સહિત સમ્યક્ત્વ, ચારિત્ર અને ઊપશમ જનિત ભાવ પ્રાપ્ત કરી શકે છે. ભદ્ર, ઉપશમકજીવો ગુણસ્થાનકોમાં કેવી રીતે ચડે છે અને પડે છે ? તે સાવધાન થઇને સાંભળ. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં જાય છે, અને ત્યાંથી દશમાં સૂક્ષ્મ સંપરામાં જાય છે અને તેમાંથી આ અગીયારમાં ઊપશાતમોહ ગુણસ્થાનમાં જાય છે. જે આઠમાઅપૂર્વકરણ વગેરે ચારે ગુણસ્થાનોમાં લથડે છે, તો તે પડતાં પડતાં (ઊપશમ શ્રેણીવાળા) મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી જાય છે. આ સ્થળે એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે કે, જે તે જીવ ચરમ શરીરી હોય તો તે સાતમાં ગુણસ્થાન સુધી આવીને ક્રીવાર તે સાતમાં

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412