________________
–
–
–––
ચૌદ વણસ્થાનક ભાગ-૩
૧૦૧
– – સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિ આદિની શુધ્ધ ક્રિયાવાળો જ હોવો જોઇએ, એવો નિયમ નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા, ક્રમે કરીને શુદ્ધ આચારવાળો બનવાનો, એ નિશ્ચિત વાત છે; કારણ કે એ પુણ્યાત્મા જે શુભ આત્મપરિણામને પામ્યો છે, તે શુભ આત્મપરિણામ નિર્મળ બનતે બનતે તથા તે શુભ પરિણામના યોગે પ્રાપ્ત થયેલ શુશ્રુષાદિ ગુણો દ્વારા તે કર્મોના એવા ક્ષયોપશમાદિને સાધનારો બને છે, કે જેના યોગે તે શુદ્ધ ક્રિયાવાળો પણ બન્યા વિના રહે જ નહિ. વિરતિ અંગે અશુદ્ધ ક્રિયાના ત્યાગ તથા શુદ્ધ ક્રિયાનાં જ સ્વીકારને માટે જૂદા પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે અને સમ્યગ્દર્શન ગુણને માટે જૂદા જ પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે. જો કે મિથ્યાદ્રષ્ટિ આત્માઓ પણ બાહ્ય દ્રષ્ટિએ એટલે માત્ર દ્રવ્યથી દેશચારિત્ર અને સર્વ ચારિત્રવાળા પણ હોઇ શકે છે, પણ અહીં તો જેવું બહારનું વર્તન, તેવો અન્તરનો પરિણામ-એવા શુદ્ધ આચારવાળા આત્માઓની અપેક્ષાએ વાત છે. માત્ર સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનોને સાંભવાની ઇચ્છા હોય છે, ચારિત્રધર્મનો રાગ હોય છે અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ હોય છે. એની પાસેથી જો કોઇ વિરતિની એવી આશા રાખે કે- “આ આત્મા આટલી પણ વિરતિને નથી કરતો, તો એ સમ્યગ્દષ્ટિ શાનો ?” -તો એવી આશા રાખનારની એ આશા અસ્થાને છે. આ વિષયમાં સમજવું એ જોઇએ કે-જે કર્મના ક્ષયોપશમથી સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે, તે જ કર્મના ક્ષયોપશમથી વિરતિગુણ પ્રગટી શકતો નથી અને એથી જેઓ વિરતિ નહિ હોવાના કારણે જ સમ્યક્ત્વનો પણ અભાવ છે.” - એવું કહે, તે ઉસૂત્રભાષી જ છે. સમ્યગ્દર્શન ગુણ આવ્યા પછી જંદગી પર્યત પણ વિરતિને નહિ પામી શકનારા જીવો ય હોઇ શકે