________________
૩૬૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
પ્રાપ્તિ થાય છે. પહેલા સમયે કેવળજ્ઞાન-બીજા સમયે કેવળદર્શન એમ સમયે સમયે ઉપયોગનું પરાવર્તન ચાલ્યા જ કરે છે. મનવચન-કાયા વડે યોગની પ્રવૃત્તિ થતી હોય તે સયોગી કહેવાય છે. આ ગુણસ્થાનક સામાન્ય કેવળી ભગવંતોને તથા તિર્થંકર કેવળી ભગવંતોને હોય છે.
આ ગુણસ્થાનકનો કાળ ૧ અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે જીવ આયોજીકાકરણ કરે છે. કેવળીની દ્રષ્ટિરુપ મર્યાદા વડે મનવચન કાયાનો જે અત્યંત પ્રશસ્ત વ્યાપાર તે આયોજિકાકરણ કહેવાય છે. કેટલાક આ કરણને આવર્જિતકરણ કહે છે અને કેટલાક અવશ્યકરણ પણ કહે છે.
આ કરણ કર્યા બાદ આયુષ્ય કરતાં વેદનીય નામ અને ગોત્ર આ ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય તો તેને સરખી કરવા કેવળીસમુદ્ઘાત કરે છે. આ સમુદ્ઘાત ૮ સમયનો હોય છે. વેદનીયનામ-ગોત્ર કર્મોની સ્થિતિધાત દ્વારા, રસધાત દ્વારા ઘણી સ્થિતિ ખપાવીને બાકીની આયુષ્યકર્મ જેટલી સ્થિતિ સરખી કરે છે, જેને વેદનીય આદિની સ્થિતિ વધુ હોતી નથી તેઓ કેવળી સમુદ્ઘાત કરતા નથી.
જે કેવળી ભગવંતોને ૬ માસથી અધિક આયુષ્ય બાકી હોય તે નિયમા કેવળી સમુદ્દાત કરે છે. પણ જે કેવળી ભગવંતોને ૬ માસથી ઓછું આયુષ્ય હોય તેઓ કેવળી સમુદ્ઘાત કરે પણ ખરા અથવા ન પણ કરે ત્યારબાદ યોગ નિરોધ કરે છે.
યોગ નિરોધનું સ્વરૂપ ઃ
બાદરકાય યોગથી બાદર યોગોનો રોધ કર્યા પછી સુક્ષ્મથી સુક્ષ્મનો રોધ કરે છે. આમાં વિર્યાણુનાં સ્થિતિઘાત-રસઘાત આદિ સ્પર્ધકો તેમજ અપૂર્વ સ્પર્ધકો તેમજ કિટ્ટી વગેરે કરીને યોગ