Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 394
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 અનુસાર હોય છે. ઉલના સંક્રમ સહિત ગુણસંક્રમવડે સત્તાનો નાશ કરે છે. ક્ષપકશ્રેણીવાળા ૧૦મેથી ૧૨મેજ જાય છે ત્યારબાદ ૧૩-૧૪મે થઇ એજ ભવે સિદ્ધિગતિમાં જાય છે. ક્ષપકશ્રેણીમાં એક સાથે ૧૦૮ જીવો પ્રવેશ કરે છે. ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટથી સથ (૨૦૦ થી ૯૦૦) હોય છે. અને જઘન્યથી કોઇવાર ૬ માસ સુધી એકપણ ન હોય એમ પણ બને છે. ક્ષપકશ્રેણીમાં નીચેના ક્રમે પ્રકૃતિઓનો નાશ થાય છે. ૩૮૭ (૧) અનંતાનુબંધી ૪ કષાય (૨) મિથ્યાત્વ મોહનીય (૩) મિશ્ર મોહનીય (૪) સમ્યક્ત્વ મોહનીય (૫) નરક-તિર્યંચ-દેવાયુષ્ય (૬) એકેંન્દ્રિયાદિ ૪ જાતિ-નરક,દ્વિક-તિર્યંચદ્વિક આતપ-ઉદ્યોતસ્થાવર-સુક્ષ્મ-સાધારણ અને થીણઘ્ધિત્રિક એમ ૧૬ પ્રકૃતિઓ (9) અપ્રત્યાખ્યાનીય ૪ કષાય પ્રત્યાખ્યાનીય ૪ કષાય તેમ ૮ કષાય (૮) નપુંસકવેદ (૯) સ્ત્રીવેદ (૧૦) હાસ્યષટ્ક (૧૧) પુરૂષવેદ (૧૨) સંજ્વલન ક્રોધ (૧૩) સંજ્વલન માન (૧૪) સંજ્વલન માયા (૧૫) સંજ્વલન લોભ (૧૬) નિદ્રાદ્ધિક (૧૭) જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય -૪, અંતરાય-૫ એમ ૧૪ પ્રકૃતિઓ (૧૮) ૧૪મા ના ઉપાજ્ન્મ સમયે અઘાતી કર્મોની ૭૨ અથવા ૭૩ પ્રકૃતિઓ (૧૯) ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે ૧૨ અથવા ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કરતાં જીવો સિદ્ધિગતીને પામે છે. - - ક્ષપકશ્રેણીએ ચડતાં ૯ અને ૧૦ ગુણસ્થાનકે જીવોને જે સ્થિતિબંધ હોય એ જ સ્થાને ઉપશમશ્રેણી ચડતા જીવોને તે સ્થિતિબંધ બમણો હોય છે તથા રસબંધ અનંતગુણ હીન શુભ પ્રકૃતિઓનો હોય છે. અને અશુભ પ્રકૃતિઓનો અનંતગુણ અધિક રસબંધ હોય છે તથા ઉપશમશ્રેણીથી પાછા લા જીવને આ ગુણસ્થાનકમાં ક્ષપકશ્રેણીવાળા કરતાં ૪ ઘણો બંધ જાણવો અને

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412